Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જખૌ બંદર નજીક ૭ લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો

જખૌ બંદર નજીક કડીયાસ બેટમાં કોસ્ટ ગાર્ડ એક- એક કિલ્લોના ૫ પેકેટ સાથેનું ચરસ પકડી પાડ્યુ

જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ આઇ-125 એ 20 ઓક્ટોબર 2020ના રોજ કડિયારી બેટ (જખૌ બંદર નજીક)માં નિર્ધારિત વિસ્તારમાં સર્વેલન્સ ફેરા દરમિયાન નાર્કોટિક્સ પદાર્થો ધરાવતા અંદાજે 01 કિલોનું એક એવા પાંચ (05) પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો.

  પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં રહેલા સેમ્પલના પરીક્ષણોમાં આ પદાર્થો "ચરસ” હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે પ્રવર્તમાન બજાર મુલ્ય અનુસાર અંદાજે રૂપિયા 07 લાખનો જથ્થો છે. આઇસીજીએસ જખૌ દ્વારા તેમના જવાબદારીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હાથ ધરવામાં આવી રહેલા અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહેલા આવા ઓપરેશનોને આગળ વધારતા આ કામગીરી કરવામાં આવી હતી. તાજેતરમાં કરાયેલી આવી કામગીરીઓમાં કુલ રૂપિયા 303 લાખના નાર્કોટિક્સ પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દેશની સમુદ્રી સરહદો/ દરિયાકાંઠા પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે 24X7 ધોરણે દરિયામાં તેમજ હવાઇસીમામાં તૈનાત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળને સોંપવામાં આવેલી ફરજો અનુસાર આ કામગીરી કરવામાં આવી રહી છે.

 

(8:12 pm IST)