Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જામનગરમાં જામીન ઉપર ફરાર આરોપી ઝડપાયો

જામનગર, તા.ર૧: જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. પો. ઇન્સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ. ગરચર તથા સ્ગાફના માણસો પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો.હેડ કોન્સ સલીમભાઇ નોયડા, નિર્મળસિંહ જાડેજા તથા કાસમભાઇ બ્લોચને હકીકત મળેલ કે જામનગર જીલ્લાના ૧૦મા એડી. ચીફ જયુડી. મેજી.ની કોર્ટ દ્વારા ધ નેગો. એકટ ૧૩૮થી બે વર્ષની સજા પડેલ આરોપી રાજેન્દ્રભાઇ બાબુલાલ ચૌહાણ રહે. સીદીપીરની શેરી દેવુભા બાપુના ડેલા સામે ૯ દિ'ની પેરોલ રજા ઉપર હોય જેની તા. ર૭-૭-ર૦ર૦ના રોજ રજા પૂરી થયેલ હોય, પરંતુ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ ન હોય અને પેરોલ રજા પરથી ફરાર હોય, જેથી તપાસ કરતા સજુબા સ્કુલ પાસે હાજર હોવાની બાતમીના આધારે પકડી પાડી બાકીની સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ યુવા, ગિરીરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાજાડેનાઓએ કરેલ છે.

ધરારનગર-૧માંથી ચોરી કરેલ મોટર સાયકલ ઝડપાયો

એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી. ગોજીયા તથા પો.સ.ઇ. બી.એમ દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર શહેરમાં વિસ્તારમાં અનડીટેકટ ગુના શોધી કાઢવા કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના દીલીપભાઇ તલાવડીયા તથા હરદીપભાઇ ધાધલને મળેલ હકીકત મુજબ અસલમ ફરીદભાઇ કકલ મુસ્લિમ મુસ્લિમ રહે. ધરારનગર-૧, ગરબી ચોક પાસે જામનગર વાળા પાસેથી સીટી સી-ડીવી. પો.સ્ટે. ફસ્ટ ગુરન ૧૧ર૦ર૦૦ર ર૦ર૩રર/ ર૦ર૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીનું હીરો હોન્ડા કંપનીનું હીરો હોન્ડ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ છે જેના રજીસ્ટેશન નં. જીજે-૧૦-કે ૯૬૦પનું કિ.રૂ.૧પ૦૦૦ના મો.સા. સાથે મજકુર મળી આવતા કાર્યવાહી કરેલ છે.

સાત બોટલ દારૂ સાથે ઝડપાયો

એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. યોગરાજસિંહ રાણાને મળેલ હકીકત આધારે નીરજ મનજીભાઇ કટારમલ જાતે ભાનુશાલી રહે. મોહનનગર આવાસ બ્લોક નં. ૧૧ રૂમ નં. ૪૦૮, જામનગર વાળાના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૭ કિ.રૂ. ર૮૦૦ના મુદામાલ સાથે મળી આવતા પો.હેડ કોન્સ. પ્રતાપભાઇ ખાચરએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:53 am IST)