Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કૃષિ રાહત પેકેજનો લાભ લેવા જામનગર શહેર વિસ્તારના કુલ ૭ ગામો અને બેડી વિસ્તારના ખેડૂતોને ૨૯ નવેમ્બર સુધીમાં અરજી કરવા અનુરોધ

જામનગર તા. ૨૧ : જામનગર શહેરના ખેડૂત ખાતેદારોને જણાવવામાં આવે છે કે, 'કૃષિ રાહત પેકેજ' અંતર્ગત જામનગર શહેરમાં જામનગર-૧, જામનગર-૨, જામનગર- ૩a, જામનગર-૩b, જામનગર-૪, નવાગામ ઘેડ અને બેડી ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જામનગર શહેરના ખેડૂતોને ઓનલાઇન ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજીઓ તા.૨૯ સુધી થઇ શકશે. તેથી 'કૃષિ રાહત પેકેજ'નો લાભ લેવા માંગતા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે.

(1:00 pm IST)