Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોના સંક્રમણને કારણે લીલી પરિક્રમા રદ

જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીએ કોરોના સંક્રમણ ને ધ્યાને રાખીને લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ર૧ : ગિરનાર પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રીતે બંધ રાખવાની જાહેરાત જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી એ કરી છે.  કાર્તિક સુદ પૂનમના દિવસે પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે ત્યારે કોરોના સંક્રમણ ને ધ્યાને રાખીને લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ વર્ષે ગરવા ગઢ ગિરનારની આદિ-અનાદિ કાળથી કરવામાં આવતી પાવનકારી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે.

 ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાં સૌપ્રથમ વખત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હોવાના પુરાવાઓ આજે પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે, ત્યારબાદ તેમની સાથે બલરામ સહ પરિવાર સાથે જોડાઈને ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાની માન્યતાને કારણે આજે પણ લીલી પરિક્રમાનું મહત્વ આદી અનાદીકાળ જેવું જ માનવામાં આવે છે. ગિરનાર પર્વતને દ્વારિકા શેત્રુંજય અને ચોટીલા સાથે જોડીને જોવામાં આવે છે એટલે તેનું ધાર્મિક મહત્વ પણ આપણા ધર્મગ્રંથોમાં વધુ આંકવામાં આવ્યું છે. આવા ગરવા ગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવીને ૩૬ કિલોમીટરની પગપાળા યાત્રા કરીને પરિક્રમામા ભવોભવનું ભાથું બાંધતા જોવા મળે છે.

 લીલી પરિક્રમાં કોરોનાના કારણે સ્થગિત રાખવામાં આવી છે.(૯.૧૪)

(3:18 pm IST)