Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સરસઇ, રાજકોટ, ગાઠીલાના શખ્સોએ મંજુરી વિના વેચાણ શરૂ કર્યુ : ૩૪ લાખનું ૬૩ હજાર બાયોડીઝલ કબ્જે

સરસઈના દિનેશ લાખાણી, રાજકોટના મહેશ સાવલીયા અને ગાંઠીલાના રવિ સિંધવ સામે કાર્યવાહી : ૬૩,૨૦૦ લીટર બાયોડીઝલ, ટેન્કર, ટ્રક, રોકડ સહિત રૂ. ૮૩.૩૭ લાખનો જથ્થો જપ્ત

જુનાગઢ,તા.૨૨ :  રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇ. કે.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ રેન્જ, એબ્સ્કોન્ડર સ્કોડના પો.સબ.ઇન્સ. પી.જે.રામાણી તથા રેન્જ, સા.પો.સ્ટે.પોલીસ સબ ઇન્સ.  એસ.જી.ચાવડા પોલીસ સ્ટાફ સાથે જુનાગઢ રેન્જ, વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. એસ.જી ચાવડા તથા પો.કો. ભુપતસિંહ ડોલરસિંહ સિસોદિયા નાઓને  હકીકત આધારે રેઇડ કરતા  ઓસન ફ્યુલ ઓમકાર કિશાન સેવા કેન્દ્રની બાજુમાં આવેલ કડવા માવા માથુકીયાના બીનખેતી થયેલ પ્લોટમાં રતાંગ રોડ મૂળ બરડીયા તા-વિસાવદરની જમીનમાં દીનેશ ભીખુ લાખાણી રહે-સરસઇ તા-વિસાવદર તથા મહેશ સાવલીયા રહે-રાજકોટ તથા રવિ ગોવિંદ સિંઘવ રહે-ગાઠીલા વાળાઓએ ગેરકાયદેસર રીતે મંજુરી વગર એકબીજાની મદદગારી ગે.કા. આર્થિક લાભ માટે બાયો ડીઝલ/એલ.ડી.ઓ.-અન્ય પેટ્રો. કેમીકલ પદાર્થનું વેચાણ-સંગ્રહ કરતા હોય. જેથી સદર હકીકત વાળી જગ્યાએ જુનાગઢ વિસાવદર મામલતદાર તથા તેઓની ટીમ સાથે રાખી વિસાવદર મામલતદાર દ્વારા સદર ઉપરોકત બાયો ડિઝલ/એલ.ડી.ઓ.(પેટ્રોકેમીકલ પદાર્થનુ સંગ્રહ-વેંચાણને ગે.કા. ઠેરવવામાં આવેલ.

ઉપરોકત રેઇડ દરમ્યાન સદરહુ જગ્યાએથી ગે.કા. મંજુરી વગરનો બાયોડિઝલ/એલ.ડી.ઓ/અન્ય પેટ્રો. કેમીકલ પદાર્થનો આશરે ૬૩,૨૦૦ લીટરનો જથ્થો કુલ કી.રૂ.૩૪,૧૨,૮૦૦/- નો ગણી તથા બે ટેંકર ટ્રક મુદામાલ આશરે રૂ.૫૦,૦૦,૦૦૦/-નો ગણી તથા અન્ય મુદ્દામાલ રૂ.૩,૨૫,૦૦૦/-નો ગણી એમ તમામ મુદ્દામાલ મળી આ. ફુલ રૂ ૮૩.૩૭.૮૦૦/-નો ગણી સીઝ/સ્થગિત/સીલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

ઉપરોકત રેઇડ કામગીરી જૂનાગઢ રેન્જ, એબ્સ્કોન્ડર સ્કોડના પો.સ.ઇ.શ્રી પી.જે.રામાણી તથા રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.  એસ.જી.ચાવડા, તથા એબ્સ્કોન્ડર સ્કોડના હે.કો. ગીરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ વાઘેલા તથા આર.આર.સેલના જુ.રેન્જના વિકાસભાઇ ડોડીયા તથા સાયબર પો.સ્ટે.જુ.રેન્જના હે.કો. રોહિતસિંહ રામસિંહ વાળા, તથા પો.કો.ભૂપતસિંહ ડોલરસિંહ સિસોદિયા તથા ભૂમિતભાઇ હરેશભાઇ વિભાણી તથા મેણસીભાઇ જાદવ તથા હાર્દીકભાઇ ઞાજીપરા તથા અરવિંદભાઇ સોલંકી તથા વિસાવદર મામલતદારશ્રી તથા ટીમ તથા અન્ય તપાસ એજન્સી વિગેરે નાઓએ કરેલ છે.

(4:15 pm IST)