Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇને સુત્રાપાડા બંદર ફીશરમેન એસોસીએશન દ્વારા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવા રજુઆત

પ્રભાસપાટણ,તા.૨૨ : સોમનાથ ખાતે તા.૨૦/૧/૨૧નાં રોજ પધારેલા ત્યારે શ્રી સુત્રાપાડા બંદર ફીશરમેન એસોસીએશનના આગેવાનો દ્વારા સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર તરીકે વિકસાવવાની કામગીરી બાબતે આગેવાનો દ્વારા બેઠક કરી અને રજુઆત કરેલ છે અને જણાવેલ કે સુત્રાપાડા બંદરને ફીશરીઝ હાર્બર બંદર તરીકે વિકસાવવાની રજુઆત ૧૯૯૫થી સતત સરકારને લેખીત અને મૌખિક અસંખ્યવાર કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી આ કામગીરીનું કોઇ નક્કર પરીણામ મળેલ નથી અને માત્રને માત્ર આશ્વાસનો મળેલ છે. અને તેની બંદરના તમામ લોકોમાં જોરદાર નારાજગી જોવા મળે છે.

સુત્રાપાડા બંદર દ્વારા ભાજપ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પોતાના કામ ધંધાઓ બંધ રાખીને ૯૨ થી ૯૪% ભાજપ તરફી વનવે વોટીંગ કરેલ છે તેની સામે માત્ર એક કામની રજુઆત કરેલ છે તાત્કાલીક મુખ્યમંત્રી કેશુભાઇ પટેલથી લઇને આજ સુધીના મુખ્યમંત્રીઓને રજુઆત કરેલ છે. આ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોને પણ રજુઆત બાબતે વાકેફ છે અને છેલ્લે સુત્રાપાડા પધારેલા વિજયભાઇ રૂપાણીને રજુઆત કરેલ છે. અને તેઓએ ખાત્રી આપેલ પરંતુ હજુ સુધી પરીણામ મળેલ નથી.

તો સુત્રાપાડાની ફીશરીઝ હાર્બર બંદરની જે જમીન જી.આઇ.ડી.સી. પાસે છે. તે સંપાદિત કરવામાં આવે અને જે એન.જી.ટી. સંસ્થાનું NOC લેવાનું બાકી છે. તે મેળવી સુત્રાપાડા બંદરની ટેન્ડરની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરવામાં આવે તે બાબતે ગીર સોમાનાથ જીલ્લા પ્રમુખ માનસિંહભાઇ પરમાર અને પૂર્વમંત્રી જશાભાઇને સાથે રાખીને તા.૨૦/૧/૨૧ના મુખ્યમંત્રીને અને અન્ય હોદેદારોને રજુઆત કરેલ જેમાં ઉપપ્રમુખ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ દિલિપભાઇ અજાણી તેમજ ખારવા અને કોળી સમાજના પટેલ આગેવાનો સુરેશભાઇ બારૈયા, દિલીપભાઇ સોલંકી, જેન્તીભાઇ સોલંકી, મુકેશભાઇ બામણીયા, જેઠાભાઇ બારૈયા, કાનજીભાઇ સીકોતરીયા, જેન્તીભાઇ સીકોતરીયા, નથુભાઇ ચાવડા, ભગનભાઇ સોલંકીએ રજુઆત કરેલ અને તાત્કાલીક પ્રશ્નના ઉકેલ માટે માંગણી કરેલ. (તસ્વીર- દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:28 am IST)