Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મોરબી : એલઆરડી જવાન નશો કરીને ગાડી ચલાવતા પલ્ટી મારી ગયાનું ખુલ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : જાંબુડિયા નજીક રાજકોટના એલઆરડી જવાનો દારૂ સાથે ઝડપાયા હતા જે બનાવ મામલે પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે તો આરોપી એલઆરડી જવાન કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવતા કાર પલટી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે આરોપી રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા રહે રીબડા તા. ગોંડલ વાળા સ્ક્રોપીઓ કાર જીજે ૦૩ એલજી ૪૪૫૫ વાળી કૈફી પ્રવાહી પીધેલ હાલતમાં કાર ચલાવી કાર જાંબુડિયા ગામ નજીક પલટી ખવડાવ્યાની ફરિયાદ નોંધાવી છે તો તાલુકા પોલીસે કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવવાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:38 am IST)