Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વાંકાનેરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેઃ બાળક્રીડાંગણ, સ્ટેપ ગાર્ડન, પ્રેમવતિ રેસ્ટોરન્ટ બન્યા છે આકર્ષણનું કેન્દ્ર

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૨૧: વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર આવેલ બી.એ.પી. એસ. સ્વામિનારાયણ મંદિર ભકિત ભાવ સભર ધાર્મિક સ્થાન ઉપરાંત લોકો માટે એક લોકપ્રિય મનોરમ્ય સ્થળ પણ બન્યુ છે.

મિની ટેકરી પર આવેલ આ મંદિર પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર છે, મંદિર પર થી વાંકાનેર ફરતે આવેલ ડુંગરાળ વિસ્તાર ચારે તરફ હરિયાળીનો આહલાદક નજારો જોવા મળે છે, વાંકાનેર માં હજુ સુધી એક પણ જાહેર બાલ ક્રીડાંગણ નથી, લોકો, સિનિયર સિટીઝન જેવા વડીલો જયાં નિરાંતે બેસી શકે તેવો એક પણ બાગ બગીચો નથી ત્યારે આ મંદિર માં હરિયાળી થી સભર શહેર નાં પ્રથમ સ્ટેપ ગાર્ડન નું નિર્માણ કરાયું છે, હરિયાળી લોન, બેસવા માટે ની વ્યવસ્થા ઉપરાંત અહીં પ્રેમવતિ રેસ્ટોરન્ટ પણ હોય બહાર ગામ થી પસાર થતા લોકો પણ દ્યડી ભર થોભી જાય છે, બાળકો માટે હીચકા, લપસિયા સહિત નું મનોરમ્ય બાળ ક્રીડાંગણ હોવાથી બાળકો સાથે રજા નાં દિવસો માં પરિવારજનો અહીં આવી હળવા ફૂલ બને છે, ચારે તરફ હરિયાળી સભર મનોરમ્ય દ્રશ્ય, ઝળહળતી લાઈટોથી સમગ્ર મંદિર પરિસરમાં મોબાઈલ સેલફી લેવા આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે, ખાસ કરી રવિવાર સહિત રજાનાં દિવસોમાં અહીં લોકો ઉમટે છે, અને શાંતિ ની અનુભૂતિ કરે છે, ત્યારે વાંકાનેરનું આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે આ મંદિરના વિકાસ માટે મોરબી ક્ષેત્રનાં સંતનિર્દેશક હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામી, વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં પથ્થર સમાન ઉર્મિલાબેન પ્રવીણ ભાઈ આશર, જયેશ ભાઈ રામાણી, હંસાબેન રામાણી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, સુમિત ભાઈ ત્રિવેદી, સહિતનાં હરિભકતો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે

(11:47 am IST)