Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ધોરાજી પંથકમાં બે સિંહોનું આગમન: ખેડૂતોમાં ફફડાટ તોરણીયા પગમાં છેલ્લા આઠ દિવસથી બે સિહોના ધામા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના તોરણીયા ગામની સીમમાં છેલ્લા આઠ દિવસથી બે સિંહોએ ધામા નાખ્યા છે રાજકોટ શહેર અને જિલ્લામાં સિંહોનું સફારી પાર્ક બની ગયું હોય તે પ્રકારે સિંહ રાજકોટ જિલ્લામાં ફરી રહ્યા છે
 વન વિભાગ માત્ર પેટ્રોલિંગ કરીને પોતાની ફરજ પૂરી કરે છે પરંતુ આમ જનતામાં ફફડાટ છવાયોછે
 ધોરાજી તાલુકાના તોરણીયા સીમ વિસ્તારમાં વહેલી સવારે ખેતરમાં બે કુતરા નુ મારણ કર્યું હતું
  આ વિસ્તારના ખેડૂતો કાંતિભાઈ હિરપરા જણાવેલ કે છેલ્લા આઠ દિવસથી તોરણીયા પંથકમાં સિંહ ના ફેરા છે અગાઉ એક પશુનું મારણ કર્યું છે અને આજે બે પુત્રોને મારી નાંખ્યા છે પરંતુ  ફોરેસ્ટ વિભાગે માત્ર આટા ફેરા કર્યા સિંહને પકડવા બાબતે કોઈ કાર્યવાહી કરી નથી વનવિભાગના કર્મચારી ને પૂછતા તેઓએ જણાવેલ કેસિહો એમની મેળે જ જતા રહેશે એવું વનવિભાગના કર્મચારીઓએ જણાવેલ હતુંખેતરોમાં સિંહના સગડ જોવા મળેલ છે
  દિવસના સિંહ ખેતરોમાં મકાઈની અંદર સંતાઈ બેઠા હોય છે પરંતુ રાત્રિના અને વહેલી સવારના ખેતરોમાં બહાર જોવા મળે છે
  વનવિભાગે સિંહને પકડવા બાબતે કોઈ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા નથી તેઓએ જણાવેલ કે જે જગ્યાએથી આવ્યા છે એ જગ્યાએ ફરી જતા રહેવાના હોય છે પરંતુ ખેડૂતો રાત્રિના સમયમાં જ વીજ પુરવઠો મળતો હોય ત્યારે રસ્તામાં ખેડૂતો રાત્રિના સમયે નીકળતા હોય અથવા તો વાડીમાં ખેતરોમાં હોય આવા સમયમાં જોશીની આવી જાય તો ખેડૂતોની હાલત શું થાય તે પ્રશ્ન ઊભો થયો છે

(8:07 pm IST)