Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

માણાવદર પાલિકાની આકરા વેરા વધારા સામે વિરોધ

માણાવદર તા.૨૨ : ભાજપ શાસિત પાલિકા દ્વારા વેરામાં કરેલ આકરા વધારા સામે પાલિકાના પુર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાએ વિરોધ દર્શાવ્‍યા છે.

પાલિકાના પુર્વ પ્રમુખ દેવજીભાઇએ જણાવેલ કે એક બાજુ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી સમગ્ર અર્થતંત્ર છિન્ન ભિન્ન થયુ છે. લોકો આખુ વર્ષ બેરોજગાર જેવી સ્‍થિતિ ઉદભવી છે. ઉપરથી કોરોનાનો ડર તેનાથી વધુ માસ્‍કના ડામ જેને કોરોના થયો તેને શારિરીક, માનસિક, આર્થિક નુકશાનીથી અનેક દિવસોની પીડા તો કોઇના મા - બાપ - ભાઇ સગાસબંધી ગુમાવ્‍યા છે ત્‍યારે આવા અત્‍યંત ખરાબ સમય આવ્‍યો તેમાં પ્રજાજનોને ખરેખર તો રાહત આપવી જોઇએ તેના બદલે દરેક ક્ષેત્રમાં વેરા વધારો અને દંડના ડામ દઇને પ્રજાજનોને નુકશાની કરી છે.

(11:51 am IST)