Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કોડીનારમાં શિવાજી જયંતિની ઉજવણી

કોડીનાર : મરાઠા સામ્રાજયના મહાન વીર યોધ્‍ધા, કુશળ પ્રશાસક હિન્‍દુ સ્‍વરાજના સ્‍થાપક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજ કી જન્‍મજયંતી શિવસેના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજુભાઇ બાંભણીયા દ્વારા ફુલ હાર પહેરાવી કોટી કોટી પ્રણામ સાથે નાના બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી સાથે શિવસેના કોડીનાર પ્રમુખ નાગજીભાઇ ભાલીયા, રાજુભાઇ ચુડાસમા, જયવંતકાકા સોલંકી, સંગઠન પ્રમુખ શિવમબાપુ, રમેશભાઇ, ભાવેશ બારડ, દિનેશભાઇ, ભાવેશ વાઘેલા, લખન મેર, હરેશ શિયાળ, અરવિંદ સોલંકી સહિતના શિવસૈનિકએ પુલોથી શિવાજી મહારાજના સ્‍ટેચ્‍યુને શણગાર્યુ તથા ભગવો ધ્‍વજ લહેરાયો અને જય ભવાની જય શિવાજીના નારા સાથે ગીર સોમનાથ જીલ્લો ગુંજી ઉઠયો હતો.

(11:53 am IST)