Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કોટડા સાંગાણી પંથકના લાખોના દારૂના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨૦: રૂ.૬,૯૦,૩૮૦/ (અંકે રૂપીયા છ લાખ નેવુ હજાર ત્રસો એંસી પુરા)ના વિદેશ દારૂના વિશાળ જથ્થામાં આરોપીને આગોતરા જામીન ઉપર છોડવા ગોંડલ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના 'શાપર-વેરાવળ' પોલીસ સ્ટશેનના પ્રોહીબીશન એકટની કલમ- ૬૫-એ-ઇ, ૧૧૬-બી, ૮૧, ૯૮(ર), મુજબની ફરીયાદ- શ્રી સ.ત.યોગીરાજસિંહ અજયસિંહ જાડેજા, પો.કોન્સ.ફરીયાદીએ કરતા, આ કામના આરોપી ચુડાસમા અનિરૂધ્ધસિંહ દિલીપસિંહ સામે ફરીયાદ નોંધાવેલી.

આ ગુનામાં તપાસનીશ અધીકારીએ આ કામના અન્ય આરોપીની ધરપકડ કરી, અને એફ.આઇ.આર.માં ફરીયાદીએ જે નામ નોંધાવેલુ તેમાં આરોપી ચુડાસમા અનિરૂધ્ધસિંહ દિલીપસિંહ પણ હોય, જેથી આરોપીએ પોતાની ધરપકડથી બચવા માટે ગોંડલના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સની કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારતા, કેસની હકીકત, રજુઆત અને બચાવપક્ષના વકીલોની રજુઆતો અને દલીલો અને ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટના આધારે ગોંડલના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ પી.એસ.રાઘવને આરોપીને રૂ.૧૫૦૦૦/ આગોતરા જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવપક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ એન.બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ.કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી.બાવળીયા, પ્રકાશભાઇ એ.કેશુર, સી.એચ.પાટડીયા, જયેશભાઇ જે. યાદવ, એન.સી.ઠક્કર, જી.એમ.વોરા વગેરે રોકાયેલા હતા અને આ કામમાં આ કલાર્ક લલીતભાઇ ચુનીલાલ બારોટે સહકાર આપેલ છે.(

(11:57 am IST)