Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ધોરાજીમાં માધવ ગૌશાળાએ માનવતા મહેકાવી :કોવીડ દર્દીઓને ઓક્સિજન સેવા નિશુલ્ક :જે કામ તંત્ર ન કરી શકી તે કામ માધવ ગૌશાળાએ કરી આપ્યું

ગૌશાળાએ ઓક્સિજનના બાટલા લેવા આવેલા સ્વજનોએ રડતાં રડતાં કહ્યું તમે અમારા ભગવાન છો.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનનો વિસ્ફોટ છે ઓક્સિજનના બાટલા ના અભાવે અનેક દર્દીઓના મોત થયા છે ત્યારે ધોરાજીમાં છેલ્લા કેટલાય સમયથી લોકો ઓક્સિજન વગર પરેશાન થઈ રહ્યા છે માત્ર ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા હતી તેમજ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ની સુવિધા ઉભી કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે બેડ ધરાવે છે એનાથી ડબલ વિસ્ફોટ દર્દીઓ જોવા મળી રહ્યો છે આવા સમયે ગરીબ દર્દીઓને કોઈ હાથ જાલવાવાળુ નહોતું ત્યારે ધોરાજીની ખરાવડ પ્લોટ ખાતે આવેલું માધવ ગૌશાળાએ તાત્કાલિક અસરથી ૫૦ જેટલા ઓક્સિજનના બાટલા વસાવી તાત્કાલિક કોરોના પોઝિટિવ દર્દીઓ ને જરૂર છે તેવા તમામ દર્દીઓ માટે વિતરણ શરૂ કરતા આશીર્વાદ રૂપ સેવા બની હતી
ધોરાજી માધવ ગૌશાળા સંચાલક ભુપત ભાઈ કોયાણીએ જણાવેલ કે હાલમાં કોરોનાના વધતા જતા કેસો અને ઓક્સિજનની સર્જાતી અછત સામે હવે સમગ્ર ધોરાજી શહેરમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે અનેક દર્દીઓ નોઓક્સિજન વગર પોતાનો જીવ ગયો છે ત્યારે ધોરાજીમાં સેવા કરતી અમારી માધવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગાયોની સેવા ની સાથે સાથે માનવ સેવા કરવાનો વિચાર આવ્યો અને તાત્કાલિક અસરથી 50 જેટલા ઓક્સિજનના સિલિન્ડર ડીપોઝીટ ભરીને લોક સેવા કાર્ય માટે મંગાવ્યા છે આ સમયે અમારી માધવ ગૌશાળાના જયેશભાઈ વઘાસિયા સંજયભાઈ વૈષ્ણવ ભરતભાઈ અકબરી વિગેરે 50થી વધારે કાર્યકર્તાઓ લોકોની સેવા કાર્ય માટે લાગી ગયા છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર છે તેવા તમામ ઘરમાં રહેલા દર્દીઓ માટે વિનામૂલ્યે સાથે તેમને કીટ આપવાની વ્યવસ્થા કરી છે
પ્રથમ દિવસે જ અમોને એવો અનુભવ થયો કે એક પરિવાર ઓક્સિજનના બાટલા માટે શહેર નહીં પણ અન્ય ગામોમાં પણ ફરતું હતું એ પરિવાર મારી પાસે આવ્યો અને અમે તાત્કાલિક તેમને ઓક્સિજનનો બાટલો અને તેમની કીટ આપી ત્યારે એ પરિવાર રડતાં રડતાં કહ્યું કે તમે અમારા ભગવાન છો પરંતુ આજે જ્યારે કોરોના મહામારી ના સમયમાં લોકોની સેવા ન કરીએ તો કઈ સેવા કરવી એ હેતુથી અમારી માધવ ગૌશાળા ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ એ માનવ સેવા નું કાર્ય હાથ લઇ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી તમામ લોકોને વિનામૂલ્યે ઓક્સિજન ની બોટલ આપવામાં આવશે
અમારી સરકારને વિનંતી છે કે અમે જે સેવા કાર્ય શરૂ કર્યો છે તેમાં ઓક્સિજન બોટલ ખાલી થયા પછી તાત્કાલિક બોટલ ભરાવાની છે અમે વ્યવસ્થા ઊભી કરી છે તેમાં કોઈ અવરોધો ન કરે અને તાત્કાલિક બોટલ ભરી આપે તે પ્રકારની સરકાર અમને મદદ કરે તેવી પણ અમે માગણી કરી છે
હાલમાં કોરોના મહામારી ના સમયમાં આપ સૌ જોઈ રહ્યા છો ત્યારે સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલની અંદર દર્દીઓનો રાફડો ફાટયો છે જીવ અધ્ધર તાલ થઈ રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલ લોકોને સારવાર તો કરી રહી છે પરંતુ તેના ખર્ચ આ લોકોને પોસાય તેવા નથી છતાં પણ લોકો જીવ બચાવવા બાબતે ખાનગી હોસ્પિટલ નો પણ સહારો લઈ રહ્યા છે ત્યારે ધોરાજી માધવ ગૌશાળા એ વિનામૂલ્યે સેવા આપી તે બદલ ધોરાજી વિવિધ સંસ્થાઓએ પણ તેમનો આભાર માન્યો હતો

(6:23 pm IST)