Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના હેરોઈન પ્રકરણમાં રાજકીય પડઘા અને સોશ્યલ મીડિયાના સમાચારો વચ્ચે અદાણી ગ્રુપની સ્પષ્ટતા

(વિનોદ ગાલા દ્વારા ) : (ભુજ) મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ડીઆરઆઇએ ઝડપેલા ૨૧૦૦૦ કરોડના હેરોઈનના અત્યાર સુધીના દુનિયાના સૌથી મોટા જથ્થા સંદર્ભે રાજકીય પડઘા પડ્યા છે. તો, સોશ્યલ મીડિયામાં પણ આ અંગે અલગ અલગ સમાચારો વહેતા થયા છે. તેલુગુદેશમ પાર્ટીના નરેન્દ્રકુમારે અફઘાનિસ્તાન, ઈરાન, ગુજરાત અને આંધ્રપ્રદેશની લીંકને ગંભીર ગણાવી તપાસની માંગ કરી છે. તો, કોંગ્રેસના પવન ખેરાએ પણ સમગ્ર ઘટનાને અતિ ગંભીર ગણાવી તપાસ અંગે વાત કરી છે. આ બધા વચ્ચે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આટલી જંગી માત્રામાં ઝડપાયેલ હેરોઇન સંદર્ભે વિવિધ સવાલો સાથે સવાલો ઉઠાવી અદાણી પોર્ટ અને સુરક્ષા સામે સવાલો કરતાં સમાચારો પણ વહેતા થયા છે. જોકે, આ અંગે અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.

     અદાણી દ્વારા કરાયેલ મીડિયા રિલીઝમાં જણાવાયું છે કે, પોર્ટ ઉપર અમારી ભૂમિકા માત્ર સંચાલન પૂરતી જ છે. પોર્ટ ઉપર કન્ટેનરો ની તપાસ કસ્ટમ અને ડીઆરઆઈ દ્વારા કરાય છે. દેશમાં કોઈ પણ પોર્ટ ઓપરેટર કન્ટેનરની ચકાસણી કરી શકે નહીં. પોર્ટ ઓપરેટરની ભૂમિકા માત્ર પોર્ટ સંચાલન પૂરતી જ હોય છે.

 

 

 

 

 

गुजरात के प्राइवेट मुंद्रा पोर्ट पर विश्व की सबसे ज़्यादा हेरोइन पकड़ी गई। ये 21000 करोड़ की है।

 

जो मीडिया फ़िल्म इंडस्ट्री में 2 ग्राम ड्रग पर इतना हल्ला करता है वो चुप क्यों है? 

 

गुजरात से आने वाले पीएम होम मिनिस्टर सब चुप हैं क्यों? 

 

पवन खेरा ,  कांग्रेस प्रवक्ता

 

(9:27 am IST)