Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પોરબંદરમાં રાત્રિના ફરી એક સાથે ૮ ભૂકંપના આંચકા : લાલપુરમાં ૨ અને કચ્છમાં પણ રાત્રીના ૨ આંચકા અનુભવાયા

તીવ્રતા ૨.૪ થી ૧.૭ ની : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં બાર વખત ધરા ધ્રુજી

રાજકોટ,તા.૨૨:પોરબંદરમાં ૮ લાલપુર અને કચ્છમાં ૨ - ૨ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

તીવ્રતા ૨.૪ થી ૧.૭ ની હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં બાર વખત ધરા ધ્રુજી હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર ના અહેવાલમાં જણાવ્યું છે કે કાલે રાત્રિના ૧૧: ૩૦ વાગ્યે પોરબંદરથી ૩૪ કિમી દૂર ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ રાત્રીના ૧૨:૩૯ વાગ્યે ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જયારે રાત્રિના ૧૨:૪૪ વાગ્યે પોરબંદરથી ૨૨ કિલોમીટર દૂર ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે મોડી રાત્રીના ૧:૦૬ વાગ્યે પોરબંદર થી ૨૯ કિલોમીટર દુર ૨.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે રાત્રિના ૨:૦૭ વાગ્યે પોરબંદર થી ૩૫ કિલોમીટર દૂર ૨.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જયારે મોડી રાત્રીના ૨:૧૩ વાગ્યે પોરબંદર થી ૨૩ કિલોમીટર દૂર ૧.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ રાત્રીના ૨:૫૪ વાગ્યે પોરબંદર થી ૩૦ કિલોમીટર દૂર ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

આજે સવારે છ વાગ્યે પોરબંદર થી ૩૬ કિલોમીટર દૂર ૨.૪ તીવ્રતા નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુરમાં રાત્રિના ૨:૧૨ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો અને રાત્રીના ૨:૫૯ વાગ્યે ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જયારે કચ્છના દુધઈમાં આજે સવારે ૬:૩૦ વાગ્યે ૨.૧ ની તીવ્રતાનો તથા સવારે ૬:૪૧ વાગ્યે ૨.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભચાઉમાં અનુભવાયો હતો.

(11:32 am IST)