Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જામજોધપુર તાલુકામાં અતિવૃષ્ટિ સહાય રૂ. એક લાખ ચુકવવા રજુઆત કરાઇ

કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન સુપ્રત

(અશોક ઠક્કર) જામજોધપુર,તા. ૨૨: જામજોધપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થયા સાર્વત્રીક વરસાદના કારણે ખેડુતોના વાવેતર પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે.આવા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કફોડી સ્થિતી થવા પામી છે.

રાજય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ અર્થે કુદરતી આપતીના પ્રસંગોએ થતા નુકશાન માટે મદદરૂપ થવા કિશાન સહાય યોજના જાહેર કરેલ છે આ યોજના મુજબ એસ.ડી.આર.એફની સહાય ઉપરાંત ખેડૂતોને હેકટરે ૨૦/૦૦૦ હજાર વધુમાં વધુ ચાર હેકટરની મર્યાદામાં ચુકવવા જોગવાઈ થયેલ છે ત્યારે જામજોધપુર ગ્રામ્ય વિસ્તારોમાં ર ઈંચથી વધુ વરસાદ થયેલ છે.

આ અંગે પી.એચ.સી.સેન્ટરોના આંકડા ધ્યાને લઈ સર્વે કરવા ત્યારે આ વિસ્તારમાં ગત તા.૧૮થી   ર૦/૧૦ના રોજ રઇંચથી વધુ વરસાદ પડેલ છે ત્યારે સરકાર સર્વે કરાવી ખેડૂત દીઠ રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ )ની સહાય ચુકવવા ઉપરાંત સતત પડેલ વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થયેલ હોય ધાસચારાની પણ તંગી સર્જાવાની શકયતા છે.

રાજય સરકાર દ્વારા ઘાસચારાના સેન્ટરો પણ ખોલવામાં આવે સહીતના વિવિધ પ્રશ્નોને લઈ જિલ્લા પંચાયતના સદસ્ય તથા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમતભાઈ ખવાની આગેવાની હેઠળ બલાભાઈ રાઠોડ અતુલસિંહ જાડેજા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમણીકભાઈ અભંગી વાઘાભાઈ રબારી દેવરાજભાઈ છેલાણા મૂકેશભાઈ પટેલ સામતભાઈ કરમુર જસ્મીન રામોલીયા નગેશ કરગીયા શૈલેષ ગીરો માલદેભાઈ (ધેલડા ) ભાવેશભાઈ કારેણા સહીત કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થીતીમાં મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવયુ હતુ. તે પ્રસંગની તસ્વીર.

(11:29 am IST)