Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ધોરાજી પાલિકા સેનિટેશન બ્રાન્ચ દ્વારા ૬૦ કિલો પ્લાસ્ટિક જપ્ત

 ધોરાજી,તા.૨૨ : ધોરાજી નગરપાલિકા દ્વારા ૬૦ કિલો પ્લાસ્ટીક કર્યું હતું

જે અંગે  ચિફ ઓફિસર મનન ચતુર્વેદી તેમજ નગરપાલિકા સેનિટેશન વિભાગના અધિકારી યાસીનભાઈ કાંગડા અને ટિમ દ્વારા  પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરનારા વેપારીને ત્યાં ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા અને ચાની પ્યાલીઓ કુલ ૬૦ કિલો જપ્ત કરી દુકાનદારોને ૧૩,૨૦૦/- નો દંડ ફટકાર્યો હતો.

ગાઇડલાઇન્સ મુજબ ધોરાજીમાં ઓછા માઈક્રો ધરાવતા પ્લાસ્ટિકના ઝબલા તેમજ ચા ની  દુકાનો અને લારીઓમાં પ્લાસ્ટિકની પ્યાલીઓ રાખેલી હતી એવા સ્થાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો. હજુ ધોરાજી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી કરીને ધોરાજી શહેરના વેપારીઓએજાહેરમાં ગંદકી કરવી નહિં અને સરકારના નિયમ પ્રમાણે ધંધો કરે તે બાબતે લોકોને પણ જાગૃત રહેવા જણાવ્યું હતું.

(11:38 am IST)