Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સાંજે હાર્દિક પટેલની કચ્છમાં વિજય સંકલ્પ સભા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.રર : કચ્છમાં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકરો પ્રમુખ હાર્દિક પટેલ આવી રહ્યા છે.

અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણીના સમર્થનમાં તેઓ જાહેરસભા સંબોધશે

આજે ગુરૂવારે સાંજે ૬ વાગ્યે રામાણી ગ્રાઉન્ડ, રૂડીમા સ્થાનક સામે વિરાણી રોડ, નખત્રાણા-કચ્છ ખાતે જાહેર સભા યોજાશે.

(1:00 pm IST)