Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

દેવભૂમિ દ્વારકામાં સંત શ્રી દેશળ ભગતના મંદિરનું ભૂમિ પૂજન યોજાયું

આરંભડા ગામે ખવાસ રજપૂત સમાજના પૂ,સંત દેશળભગતના મંદિરનું ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે ભુમીપુજન : સંતો-મહંતો ,અગ્રણીઓ, જ્ઞાતિજનો અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

 દેવભૂમિ દ્વારકાના આરંભડા ગામે ખવાસ રજપૂત સમાજના પૂજનીય સંત શ્રી દેશળ ભગતના  મંદિરનું ભૂમિપૂજન લાભ પાંચમના રોજ ધર્મપ્રેમી  દ્વારકાના ધારાસભ્ય પબુભા  વિરમભા માણેક માણેકના  હસ્તે કરવામાં આવેલું. હતું 
 ઉપરોક્ત ધાર્મિક પ્રસંગે બેટ દ્વારકાના ચોરાસી ધુણાના સંત શ્રી ગોવિંદ દાસ મહારાજ તેમજ   ઓખા નગર પાલિકાના પ્રમુખ ચેતનભા માણેક, દ્વારકા તાલુકા ભાજપના પ્રમુખ ખેરાજભા કેર  તેમજ દેવભૂમિ દ્વારકાના  સંત શ્રીદેશળ દેવ સમિતિના  હોદેદારો અને દેવભૂમિ દ્વારકાના  સમસ્ત જ્ઞાતિજનો અને અનેક મહાનુભાવો અને બહારગામના સમાજ અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા, સુંદર મજાનું આયોજન અને  પ્રભુ પ્રસાદીની વ્યવસ્થા  કરવામાં આવેલ હતી.

(8:42 pm IST)