Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ટ્રકની પાછળ કાર ઘુસી જતા બેના મોત

ધનાળા પાટીયા પાસે સુરવાવના હાઇવે ઉપર અકસ્માતઃ મુંબઇનો પરિવાર કાર લઇ કચ્છ જતો હતોઃ બેને ઇજા

રાજકોટ તા. ર૩ :.. હળવદ માળીયા કચ્છ હાઇવે ઉપર અકસ્માતના બનાવો વધતા જાય છે. મુંબઇમાં એક પરિવાર કાર લઇને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા બે વ્યકિતઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા જયારે બે વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ ની દ્વારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં.

અકસ્માતમાં બીત્ર બીપીનભાઇ ગાલા (ઉ.ર૬) અને બીપીનભાઇ ઠાકરશીભાઇ ગાલા (ઉ.૬ર) નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું તેમજ વિકી બીપીનભાઇ ગાલા અને કલ્પનાબેન બીપીનભાઇ ગાલાને ગંભીર ઇજા પહોંચી હતી વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલના ડો. કૌશાલ પટેલ બંને સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર ખસેડવાની  તજવીજ હાથ ધરી હતી.

(2:49 pm IST)