Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મોરબી હોમગાર્ડસ યુનિટના ઓફીસર ઇન્ચાર્જનો ચાર્જ સંભાળતા જયેન્દ્રસિંહ વાઘેલા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩ :  મોરબી હોમગાર્ડસ જીલ્લા કમાન્ડન્ટના આદેશ મુજબ મોરબી શહેર હોમગાર્ડસ યુનિટ ખાતે જયેન્દ્રસિંહ વાદ્યેલા સીનીયર પ્લાટૂન કમાન્ડરની રેન્ક ધરાવે છે મોરબી શહેર હોમગાર્ડસ સભ્યોના સિનીયોરીટી ક્રમાનુસાર જયેન્દ્રસિંહ વાદ્યેલા હોદાની રેન્ક મુજબ સિનીયોરીટી ક્રમમાં આવતા હોય તથા વી આર ભટ્ટ ફકત તદન હંગામી ધોરણે ગમે ત્યારે વગર નોટીસે ચાર્જ પરત લેવાની શરતે ફકત ઓફિસર ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સોપવામાં આવેલ જે ચાર્જમાંથી મુકત કરી જયેન્દ્રસિંહ વાદ્યેલા સીનીયર પ્લાટૂન કમાન્ડર હોમગાર્ડસ યુનિટ મોરબી શહેરને તદન હંગામો ધોરણે ગમે ત્યારે વગર નોટીસે ચાર્જ પરત લેવાની શરતે ઓફિસર ઇન્ચાર્જ હોમગાર્ડ યુનિટ મોરબી શહેર તરીકેનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

(11:31 am IST)