Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુલતાનપુરમાં દુકાનદારોનો કોરોના ટેસ્ટ

ગોંડલ : સુલતાનપુર ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટેની સ્ટ્રેટર્જીના ભાગરૂપે સુલતાનપુરના તમામ વેપારીઓને તેમજ તમામ દુકાનદારોને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા કોવીડ ૧૯નો એન્ટીજન ટેસ્ટ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી જેના અનુસંધાને આરોગ્યટીમ દ્વારા અંદાજીત ૩૫ જેટલા દુકાનદારોનું એન્ટીજન ટેસ્ટ કરાયુ તથા  હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ અપાયેલ હતા તેમજ આગામી દિવસોમાં પણ વધુને વધુ લોકો ટેસ્ટ કરાવે તેવી તમામ સુલતાનપુર ગામના દુકાનદારો તથા ગ્રામજનોને અપીલ કરેલ હતી. જેથી કોરોના મહામારીનુ સંક્રમણ અટકાવી શકાય સાથોસાથ લોકોને સરકારની કાયમી માર્ગદર્શીકા જેમ કે સામાજીક અંતર રાખવુ, સાબુ પાણીથી હાથ ધોવા તથા માસ્ક પહેરવુ જેવી સુચનાઓનુ પાલન કરવા જણાવાયુ હતુ. સુલતાનપુર ગ્રામ પંચાયત તથા આરોગ્યસેન્ટર દ્વારા જાહેર જુંબેશ ચલાવવામાં આવી હતી. કોરોનાની બંને તેટલી સંખ્યા ઘટે તેમજ લોકો વધુ જાગૃતતા લાવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં  લોકો કોરોનાના ટેસ્ટ કરાવે તેવુ અભિયાન ચલાવવામાં આવેલ હતુ. કોરોના ટેસ્ટ કરાયો તે તસ્વીર.

(11:36 am IST)