Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

૩૦-૩૦ મંદિરોનો પ્રાચીન ભવ્ય વારસો ધરાવતા

દેવભૂમિ જિ.ના ભાણવડના બરડા ડુંગરમાં આવેલા સોન કંસારી દુર્લભ મંદિરોની અવદશા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૩ : દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભાણવડ તથા ખંભાળીયા વિસ્તારમાં અનેક પ્રાચીન દુર્લભ ગણાતા તથા સ્થાપત્ય ગણાતા તથા સ્થાપત્યની દ્રષ્ટિએ અમુલ્ય ગણાય તેવા મંદિરો સ્થાપત્યો છે પણ પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીને લીધે આ પ્રાચીન ભવ્ય વારસો મૃતપ્રાયઃ તથા નાશ થવાની સ્થિતિમાં છે.

ભાણવડના બરડા ડુંગર પાસે આશાપુરા માતાજીના મંદિરથી બે અઢી કીમી દૂર જંગલમાં અત્યંત પ્રાચીન તથા ઐતિહાસિક સોનકંસારીના મંદિરો આવેલા છે.ભવ્ય ભીમનાથ મહાદેવની બાજુમાં વિષ્ણુ, શ્રીકૃષ્ણ, બ્રહ્મા, શિવ સહિત ૩૦ જેટલા મંદિરો અહી જાળવણીના અભાવે જીર્ણશીર્ણ તથા પ્રાચીન ભવ્ય વારસાના પ્રતિક સમાન ખંડેર જેવી સ્થિતિમાં ઉભા છે.

અહી પગપાળા કેડીએ થઇને તથા જંગલ જેવા રસ્તામાં જવાનુ હોય અહી ભાગ્યેજ કોઇ અધિકારી આવે છે કે પુરાતત્વ ખાતુ પણ અહી માત્ર બોર્ડ મુકી દઇને સંતોષ માને છે.

દુર્લભ ગણાતા ઐતિહાસિક મંદિરોની જાળવણી અહી થાય તો ઐતિહાસિક ભવ્ય વારસો ગુમાવવાની સ્થિતિ થશે.

(11:40 am IST)