Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગારીયાધાર એસટી ડેપો નવો બન્યો પણ મેદાનમાંથી બાવળ ન ગયા

કોન્ટ્રાકટર વૃક્ષો વાવી બગીચો બનાવ્યા વિના જ રફુચક્કર થઇ ગયા

(ચિરાગ ચાવડા દ્વારા) ગારિયાધાર તા.૨૩ : ગારીયાધાર તાલુકાની પ્રજા માટે રાજય સરકારના એસટી નિગમ દ્વારા અદ્યતન નવુ બિલ્ડીંગ બાંધી આપ્યુ પરંતુ અધિકારી અને કોન્ટ્રાકટરોની મીલીભગતના કારણે ર વર્ષે પણ ડેપોના કામો અધૂરા રહેવા પામ્યા છે. જેની હાલાકી મુસાફરો વેઠી રહ્યા છે.

ગારીયાધાર એસટી ડેપોનું નવીનીકરણ થયાના ર વર્ષ પુર્ણ થવાને આરે છે પરંતુ ડેપોની ફરતી દિવાલોની સાઇડો પર વૃક્ષો વાવી સુશોભીત કરવાના બદલે આજે તે જગ્યાઓ પર બાવળ, આંકડાના છોડ અને કચરાના ઢગલા જોવા મળે છે જેના  કારણે સમગ્ર ડેપો ખાતે મચ્છર અને માખી જેવા જીવજંતુઓનો ત્રાસ થવા પામ્યો છે.

જયારે આ ડેપો ખાતે ઘણી કામગીરીઓ અધુરી રહેવા પામી છે. જેના કારણે મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે.

(11:46 am IST)