Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સોમનાથ મંદિર પાસે યાત્રિકોની સુવિધા માટેના જાહેર શૌચાલય-સ્નાનઘર-લોકર-યુરીનલ ભવનને તાળા

કેન્દ્ર સરકાર - પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ - રાજય સરકાર સોમનાથ મંદિરના વિકાસમાં અઢળક યોજનાઓ મંજુર કરે છે પરંતુ તેની જાળવણીમાં તંત્ર સાવ ઉણુ ઉતર્યુ

પ્રભાસપાટણ તા.૨૩ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે રાજય સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેશ વિદેશથી આવતા યાત્રિકોની સુવિધા માટે સોમનાથ મંદિર પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાછળ રોડ સાઇડની રેલીંગ પાસે સરકારે મોટી આશા રાખીને જાહેર શૌચાલય, સ્નાનઘર, લોકર રૂમ, યુરીનલ લેડીસ-જેન્સ અલગ અલગ બનાવેલ હતુ. જે છેલ્લા પંદર દિવસથી સાવ બંધ છે. લોકો યાત્રિકો અને સોમનાથ સુરક્ષા સ્ટાફને પારાવાર અગવડ પડે છે. હાલના વ્યવસ્થાપક દ્વારા સોમનાથ ટ્રસ્ટને તે ભવનની પાણી ચઢાવતી મોટર બળી ગયાનુ ઓફીસમાં જઇ વારંવાર જણાવેલ છે પણ પરિણામ શુન્ય અને ન છુટકે પંદર દિવસથી તાળા પણ લાગી ગયા છે. તા. ૨૭ સપ્ટે. વિશ્વ પ્રવાસન દિન છે ત્યારે સરકારના તંત્રે આ ભવનની મોટર મરામત કરાવવામાં કે અન્ય સ્ટાફ ચાલુ કરવામાં ઘોર બેદરકારી દાખવનાર સામે કડક પગલા લેવા જરૂરી છે.

(11:46 am IST)