Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમરેલી-ભાવનગર ગીર જીલ્લામાં સવારથી વરસાદઃ ઉનામાં બે કલાકમાં ૧ાા ઇંચ

એક દિ'ના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી મેઘાવી માહોલઃ હાલાર-કચ્છ-ઝાલાવાડ-પોરબંદર જીલ્લામાં સુકુ હવામાન : બોટાદ-જુનાગઢ-મોરબી અને ગોંડલ સહીત રાજકોટ જીલ્લામાં ધૂપછાંવઃ સુરવો ડેમ ઉપર ૦ાા ઇંચ વરસાદ

ઉનામાં સવારે દોઢ ઇંચ વરસાદ : ઉનામાં આજે સવારે ર કલાકમાં દોઢ ઇંચ વરસાદ પાડી જતા રોડ ઉપર પાણી વહી ગયા હતાં. (તસ્વીર : નીરવ ગઢિયા, ઉના).

રાજકોટ, તા., ૨૩: સૌરાષ્ટ્રમાં એક દિ'ના વિરામ બાદ ફરી મેઘાવી સજાર્યો છે જેમાં આજે સવારથી ભાવનગર, અમરેલી-ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ ફરી ધીમીધારે શરૂ થયો છે. જેમાં પણ ઉનામાં બે કલાકમાં ૧ાા ઇંચ પાણી પડી ગયું છે.

જયારે હાલાર, કચ્છ, દ્વારકા, ઝાલાવાડ અને પોરબંદર જીલ્લામાં હવામાન સુકુ રહયું છે અને બોટાદ, જુનાગઢ, મોરબી તથા ગોંડલ સહીત રાજકોટ જીલ્લામાં ધૂપછાંવ પ્રવર્તે છે. રાજકોટ જીલ્લાના સુરવો ડેમ ઉપર   અડધો ઇંચ વરસાદ ગઇકાલે વરસી ગયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં સવાર સુધી નીચે મુજબ વરસાદ નોંધાયો છે.

અમરેલી જીલ્લો

જાફરાબાદ

ર૭ મી.મી.

રાજુલા

૭૭ મી.મી.

સાવરકુંડલા

૧  મી.મી.

ગીર જીલ્લો

ઉના

૪ મી.મી.

કોડીનાર

ર  મી.મી.

સોરઠ

કેશોદ

૧પ મી.મી.

ભાવનગર

ભાવનગરઃ જીલ્લાના મહુવામાં બે ઇંચ, ભાવનગર શહેરમાં દોઢ ઇંચ જેસર અને ઘોઘામાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ગોહીલવાડ પંથકમાં છેલ્લા ત્રણ  દિવસથી મોડી રાત્રે જ વરસાદ પડે છે. દિવસભર વરસાદ વિરામ લે છે પરંતુ રાત્રે ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય છે. ગઇ મોડી રાત્રે પણ વીજળીના કડાકા-ભડાકા સાથે જીલ્લામાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર કલેકટર કચેરી સ્થિત ડીઝાસ્ટર મેેનેજમેન્ટ કચેરી દ્વારા જાણવા મળતી વિગતોમુજબ મહુવામાં ૪૯ મી.મી. ભાવનગર શહેરમાં ૩૯ મી.મી.જેસરમાં ૧ર મી.મી. ઘોઘામાં ૧૧ મી.મી. તળાજામાં ૩ મી.મી. અને સિહોરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છેે.

આજે બુધવારે સવારે પણ શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ પડયો છે. શહેરમાં ઠંડો પવન ફુંકાઇ રહયો છે અને વાદળીયુ વાતાવરણ છે.

અમરેલી

અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ અમરેલી જીલ્લામાં સવારે ૯-૩૦ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ગોંડલ

ગોંડલમાં સવારથી વાદળિયું વાતાવરણ છવાયુ઼ છે અને અંધારપટ છવાયું હોઇ તેમ વરસાદી માહોલ છવાયો છે.

ઉના ગ્રામ્ય વિસ્તારમાં ગઇ સાંજે ૧ થી ૩ ઇંચ પડ્યો

(નવીન જોષી દ્વારા) ઉના : ઉના શહેરમાં આજે સવારે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે સાંજે એક થી  ત્રણ ઇંચ વરસાદ પડી ગયેલ હતો. ઉના શહેરમાં આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલ મુશળધાર વરસાદ બે કલાકમાં દોઢ ઇંચ પડી ગયો હતો. મોસમનો કુલ વરસાદ પ૦ ઇંચ થયેલ છે.  ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે સાંજે એક થી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નદીનાળામાં પાણી વહેતા થયેલ હતા ઉનામાં આજે સવારે દોઢ ઇંચ વરસાદ બાદ ધૂપછાંવ વાતાવરણ છે.

(11:46 am IST)