Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વઢવાણમાં ખનીજ ચોરી ઝડપનારાને ધમકી આપી

વઢવાણ,તા.૨૩: આજ રોજ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ સુરેન્દ્રનગર ના અધિકારીશ્રી દ્વારા  વઢવાણ મેળાના મેદાન સામેના રોડ પાસે વનરાજસિંહ જયેન્દ્રસિંહ રાણા રે. ઓળક તા.લખતર ની માલિકી નું એક ડમ્પર નં.GJ13AW0947 માં રોયલ્ટી પાસ વિના બિન અધિકૃત રીતે ૨૭.૮૦મે.ટન બ્લેક ટ્રેપ ખનિજ ભરેલ અટક કરતાં  ચાલક જયેશભાઈ ધનજીભાઈ માલકિયા રે.ઓળક તેમજ ધ્રુવરાજસિંહ વનરાજસિંહ રાણા રે.ઓળક,અને નરેન્દ્રસિંહ પરબતસિંહ રાણા રે. ભેંસજાળ તા.ચુડા દ્વારા તપાસ કામગીરીમાં ફરજ રૂકાવટ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સદર ડમ્પર સીઝ કરી કબજો સોંપેલ તેમજ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી કિરણકુમાર પરમાર દ્રારા આ કામના ત્રણેય આરોપીઓ વિરુદ્ઘ  ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

(11:49 am IST)