Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

લાંચના છટકામાં ચલણી નોટો ગળી જવાના કચ્છના પોલીસકર્મીના કિસ્સામાં DNA પ્રોફાઇલ સાબિત થયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: ગત તા.૨૧/૦૭/ર૦૨૦ના વાયોર પોલીસ સ્ટેશન (પશ્ચિમ-કચક ભુજ) માં ફરજ બજાવતા પો.કોન્સ. મયુરસિંહ અજીતસિંહ સોટાએ દેશી દારૂની ગાળવાની ભટ્ટીનો કેસ નહી કરવાની અવેજીમાં ફરીયાદી પાસેથી રૂ.૪૦૦૦/-ની માંગણી કરેલ. જેથી ફરીયાદી આરોેપીને આ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ, કચ્છ(પશ્ચિચમ) એ.સી.બી.પો.સ્ટે ભુજ ખાતે પોતાની ફરીયાદ જાહેર કરતાં ગઈ તા.૨૧/૦૭/ર૦૨૦ના રોજ ભુજ એ.સી.બી.પી.આઈ. એમ.જે.ચૌધરી દ્વારા લાંચનુ છટકુ ગોઠવવામાં આવેલ.

જે અનુંસંધાને કચ્છ (પશ્ચિમ) એસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩/ર૦૨૦, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ (સુધારા ર૦૧૮) ની કલમ ૭,૧૩(૧)(એ) તથા ૧૩(ર) તથા ઇ.પી.કો, કલમ ર૦૧ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

સદર છટકા દરમ્યાન આ કામના પો.કો. મયુરસિંહ અજીતસિંહ સોઢાએ લાંચના નાણા સ્વીકારેલ પરંતુ ACBની ડ્રેપ હોવાને કારણે પોતાના વિરૂધ્ધનો પુરાવો નાશ કરવા હેતુથી લાંચના રૂ.૪૦૦૦/-ની ચલણી નોટો પુરાવાના નાશ કરવા સારૂ પોતાના મોઢામાં નાખી ચાવી જઈ ગળી જવાનો પ્રયાસ કરેલ પરંતુ ACB ટીમની સતર્કતાને કારણે સ્થાનીક સરકારી તબીબની હાજરીમાં તે ચવાઈ ગયેલી ચલણી નોટો રીકવર કરવામાં આવેલ.

જે ચલણી નોટો આરોપી ચાવી ગયેલ તેમાંથી આરોપીના ડી.એન.ખે. પ્રોફાઈલીંગની કાર્યવાહી કરવામાં આવેલ. વૈજ્ઞાનિક રીતે ડી.એન.એ.પ્રોફાઈલ અત્યંત ચૌકકસ અને સબળ પુરાવા તરીકે ગણવામાં આવે છે જેથી પંચનામા દરમ્યાન લેવામાં આવેલ સેમ્પલોને એફ,એસ.એલ ગાંધીનગર ખાતે પરિક્ષણ માટે મોકલવામાં આવેલ હતા.

ઉપરોકત પરિક્ષણ બાદ એફ.એસ.એલ. ગાંધીનગર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ કે, કરન્સી નોટ પરની લાળ આરોપીના ડી.એન.એ. પ્રોફાઈલ અંતર્ગત તેની જ હોવાની સાબીતી મળેલ છે. હાલ આ કામની તપાસ ચાલુમાં છે. અને ડી.એન.એ. પ્રોફાઈલનો અત્યંત મજબુત પુરાવો મળવાના કારણે કેસ વધુ મજબુત થયેલ છે.

સદર કેસ મદદનિશ નિયામકશ્રી. કે.એય.ગોહિલ. બોર્ડર એકમ એ.સી બી.ભુજના માર્ગદર્શન તેમજ સુપરવિઝન હેઠળ કરવામાં આવેલ. સદર કેસની તપાસ પો.ઈ.શ્રી પી.કે.પટેલ એ.સી.બી.ભુજ પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહ્યા છે.

(11:51 am IST)