Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વઢવાણના મોટા મઢાદ ગામે કોળી યુવાનની કોહવાયેલી લાશ મળી

બારોબાર અગ્નિસંસ્કાર કરી નખાયા : હત્યા કે પછી આત્મહત્યા : પોલીસ તપાસ : ભારે ચકચાર

વઢવાણ, તા. ર૩ :  મઢાદ ગામે સીમ વગડાની અંદર કોહવાઇ ગયેલી કોળી યુવાનની લાશ મળી આવી છે. આ યુવાનનું નામ અશોક વાલજી મુળ વતન ચુડા તાલુકાનું ચાચકા ગામ હતુ વર્ષો પહેલા સજા ભોગવી અને નિર્દોષ છુટકારો મળ્યો હોવાનુ઼ પણ ચર્ચાઇ રહ્યું છે પોતે હીરાનો કરીગર હતો અને હાલમાં વઢવાણ તાલુકાનું મોટા મઢાદ ગામ સીમ વગડાની અંદર તેની લાશ મળી હતી. આ અંગેની જાણકારી પરિવારજનોને મળતા બારોબાર અગ્નિસંસકાર પણ કરી નાખ્યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. લાશ ત્રણ ચાર દિવસ પડી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. હાલમાં તપાસનો વિષય બન્યો છે. કોઇએ હત્યા કરી હશે કે પછી આત્મહત્યા કરી હશે તમામ વાતો લઇને અટકળો ઉભી થઇ છે હાલમાં નાના ગામ મોટા મઢાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાનું ગામમાં ચર્ચાઇ રહ્યુ છે ત્યારે કોઇ જુના વેરઝેર તો નહીં હોયને તેવું પણ હાલમાં ચચાઈ રહ્યું છે.

(12:47 pm IST)