Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જુનાગઢ પાસે લાઇમ સ્ટોન ખોદકામ ખનિજ ચોરીનો પર્દાફાશઃ ૧૮ શખ્સો સામે કાર્યવાહી

સાયબર પોલીસ કાફલાનો સપાટોઃ પથ્થર તેમજ વાહનો સહિત રૂ.૧પ લાખનો મુદામાલ

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ :  જુનાગઢ પાસે સાયબર પોલીસે ગેરકાયદે લાઇમ સ્ટોન ખોદકામ અને ખનિજ ચોરીનો પર્દાફાશ કરી પથ્થર તેમજ વાહનો સહિત રૂ.૧પ લાખનો મુદામાલ કબ્જે કરવાની સાથે ૧૮ શખ્સો સામે કાર્યવાહી  હાથ ધરી હતી.

જુનાગઢ નજીકના વિજાપુર ગામના પાટીયા  પાસે ગેરકાયદે ખનન થતુ હોવાની માહિતી મળતા ગઇકાલ સાંજે ડીઆઇજી મનીન્દરસિંગ પવારની સુચનાથી ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.ઝાલા, પીએસઆઇ એસ.જી.ચાવડા તથા  સાયબર  પોલીસ સ્ટેશનના પોલીસ ભુપતસિંહ સિસોદીયા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, જેન્તીભાઇ મેતા, મુળુભાઇ ખટાણા, રમેશભાઇ, પ્રવિણસિંહ, નિલેશભાઇ, ઉમેશભાઇ, મયુરભાઇ, તથા સાગર પરમાર વગેરેે ખાબકયા છતા સ્થળ  પરથી પોલીસ કાફલાએ ચકકરડી ધમધમતી તેમજ વાહનો આ પથ્થરની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસ સ્થળ પરથી રૂ.૩ લાખની ત્રણ ચકરડી, રૂ.૮ લાખના ટ્રોલી સહિત બે ટ્રેકટર, જનરેટર, તેમજ ગેરકાયદે રીતે  કાઢેલા પથ્થર ભરેલ ટ્રક સહિત કુલ ૧પ.૧ર લાખનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

તેમજ ગેરકાયદે બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ખોદકામ કરી ખનિજ ચોરી કરવા સબબ રમેશ ઉર્ફે કુંઢી નાથા રાઠોડ તેમજ ભીખુ દેવશીભાઇ કણેથ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉપરાંત પથ્થરો કાઢી રહેલા મજુરો મુકેશ જેશીંગ નાગપરા, મુનેશ બધુભાઇ બહુકીયા, મહેશ જેસીગ નાગપરા, કિશન ભલાભાઇ, ડાભી, હરસુખ બચુભાઇ કુવરીયા, બાલુ ટપુ નાગપરા, જયસુખભાઇ ચકુભાઇ ડાભી, સુભાન મહમદ ચૌહાણ, ભીખુ હુસેન ચૌહાણ, મુનાફ ઇબ્રાહીમ બેલીમ, આસિફ ઇબ્રાહીમ બેલીમ, મુશદ દાદ મોહમદ બ્લોચ, કાળુ બધુભાઇ બહુકીયા, દિનેશ ભીમા જીંજવાડીયા, વિજય ભુપત પરસોડા અને સબીર ઇસ્માઇલ બેલીમ સામે જુનાગઢ તાલુકા પોલીસમાં ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

વિશેષ તપાસ પીએસઆઇ કે.જે.પટેલ ચલાવી રહયા છે. 

(12:51 pm IST)