Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરપદડની બેઠક અનુસુચિત જાતિને ફાળવોઃ રજુઆત

આઝાદીકાળથી આજદિન સુધી બેઠક ફાળવાઇ નથીઃ દલિત સમાજને અન્યાય

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા.૨૩: નવેમ્બર - ૨૦૨૦માં યોજાનારી રાજકોટ જીલ્લા પંચાયતોની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા પંચાયતની પડધરી તાલુકાની સરપદડ સીટી (સીટ નં.૨૮)માં હાલ આદી જાતિ અનામત સીટ ફાળવવામાં આવેલ છે. જેમાં વસ્તીના ધોરણે તેમજ રોટેશન મુજબ સીટોમાં ફેરફાર કરવામાં આવેલ હોય જેમાં હાલમાં લોધીકા (સીટ નં.૧૯) અનુ.જાતિ માટે અનામત સીટ ફાળવવામાં આવેલ હોય જે ફરીથી રીપીટ કરવામાં આવેલ હોય જેમાં વસ્તીના ધોરણે સરપદડ સીટ (પડધરી તાલુકો)માં અનુ.જાતિની વસ્તી - ૪૩૫૦ છે. તેમજ લોધીકા તાલુકાની ફાળવણી થયેલ અનુ.જાતિની સીટમાં અનુ.જાતિની વસ્તી - ૩૦૦૩ છે જે વસ્તીના ધોરણે બંધ બેસતુ ન હોય તેમ જ પડધરી તાલુકામાં આઝાદીથી આજદિન સુધી અનામત સીટ ફાળવવામાં આવેલ નથી જે પડધરી તાલુકાના દલિત સમાજને અન્યાય થયેલ હોય જેને ધ્યાને લઇ પડધરી તાલુકાની સરપદડની સીટ અનુ.જાતિને ફાળવવા પડધરી તાલુકાના દલિત સમાજની માંગણી કરી છે.

આ મામલે ઘટતુ કરવા પડધરી તાલુકા દલિત સમાજના રાજકીય આગેવાનો દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી કલેકટર કચેરી રાજકોટને લેખીત રજૂઆત કરવામાં આવેલ છે. રજુઆતમાં કાનજીભાઇ પમાભાઇ ચાવડા, મગનભાઇ કેશાભાઇ મકવાણા, નાનજીભાઇ પાંચાભાઇ ડાંગર, સિંધવ રાજેશભાઇ દેવજીભાઇ, દાફડા બુધ્ધદેવભાઇ ભીખાભાઇ, ગોહિલ જયંતિભાઇ ચુનીભાઇ જોડાયા હતા.(

(12:53 pm IST)