Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગરના N.C.C. કેડેટસનું ફીટ ઇન્ડીયા અવેરનેસ કેમ્પમાં યોગદાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩: ભારતભરમાં નાગરિકોની સ્વસ્થતાને અનુલક્ષીને તથા કોરોના સામેની જંગમાં રોગપ્રતિકારક શકિત વધારવાના હેતુસર ફીટ ઇન્ડિયા અવેરનેસ કાર્યક્રમમાં લોકો સક્રિયપણે રસ દાખવી રહ્યા છે. તેમાં જામનગરની શાળા-કોલેજનાં એનસીસી કેડેટસ પણ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા છે.

જામનગરમાં એનસીસી ગ્રુપ હેડકવાર્ટર્સનાં ગ્રુપ કમાંડર કર્નલ કે એસ. માથુર તથા ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટ. કમાંડર કે. એસ. પોસવાલનાં માર્ગદર્શન હેઠળ પીઆઇ સ્ટાફ તથા ૧૯ એએનઓનાં નિર્દેશન મુજબ જામનગર શહેર તથા જિલ્લાની જુદી જુદી શાળા તથા કોલેજનાં ૧પ૦ જેટલા કેડેટસ યોગાસનો, સાઇકલીંગ, રનીંગ જેવી વિવિધ પ્રવૃતિઓ કરી તન તથા મનને સ્વસ્થ અને પ્રફુલ્લિત કરી લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે સતત સજાગ રહેવાનો ઉમદા સંદેશ આપી રહ્યા છે.

(12:54 pm IST)