Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

દ્વારકા જિલ્લાના રર ટાપુઓમાં અવર-જવર ઉપર પ્રતિબંધ

અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા ૧૭ નવેમ્બર સુધી બંધ

(દિપેશ સામાણી) દ્વારકા, તા. ર૩ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાના ર૪ ટાપુઓમાંથી રર ટાપુઓ ઉપર કોઇપણ વ્યકિતની અવર-જવર ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ટાપુઓ ઉપર ભાવિકો દર્શન કરવા આવતા હોય છે.

આ ટાપુ ઉપર વસ્તી ન હોય અસામાજીક તત્વો કોઇ ગેરપ્રવૃત્તિઓ ન કરે તે માટે તંત્ર દ્વારા અવર-જવર ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. દ્વારકા જિલ્લાના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધી પોકડો ટાપુ, કાલુભાર, રોજી પાનેરો, ગડુ, સાનબેલી, ખીમરોઘાટ, આશાબાપીર, ભૈદર, ચાંક, ધબધબો, દીવડી, સામિયાળી, નોરૂ, માનમરૂડી, લેફા, લંધા, કોઠાના જંગલ ટાપુ, ખારા મીઠા, કુડચલી ટાપુ આ તમામ ટાપુઓ ખંભાળીયા અને કલ્યાણપુર જિલ્લામાં આવે છે. આ તમામ ટાપુઓ ૧૭ નવેમ્બર સુધી બંધ રહેશે.

(2:48 pm IST)