Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સામખિયાળી પાસે બલ્કર ટેન્કરમાંથી ૨૧ લાખનો વિદેશી દારૂ પકડાયોઃ કચ્છમાં દારૂ મંગાવનાર કોણ?

ભૂજ, તા.૨૩: જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષક સહરદી રેન્જ ભુજ-કચ્છનાઓની સુચના હેઠળ રેન્જ વિસ્તારમાં પ્રોહી.ની બદીને નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર બી.એસ સુથાર તેમજ સરહદી રેન્જની ટીમ દ્વારા સામખયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હકીકત આધારે બલ્કર ટેન્કર નં.જી.જે.-૧૨ એ.ઝેડ-૫૩૧૪ વાળાનાં ચાલક ગણપતરામ કાલુરામ જાટ (ચૌધરી) ઉ.વ.૨૬ રહેવાસી ગામ.વોઢા તા.સાંચોર જી.ઝાલોર-રાજસ્થાન વાળાએ બલ્કર ટેન્કરમાં અલગ-અલગ બ્રાન્ડનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ તથા બિયરના ટીન એમ કુલ બોટલો નંગ-૬૧૮૦ જેની કુલ કિં.રૂ.૨૧,૧૦,૨૦૦/ના મુદામાલ સાથે મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જેમાં માંગીલાલ લાધુરામ બિશ્નોઇ રહે. ગામ પાલડી તા.સાંચોર જિલ્લો -રાજસ્થાનની તપાસ ચાલુ છે. ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ આદરી છે.

બલ્કર ટેન્કરની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૧ જેની કિં.રૂ.૧૦૦૦ તથા રોકડા રૂ.૫૮૮૦/ એક કુલ મુદામાલ કિં.રૂ.૩૧,૧૭,૦૮૦નો  મુદામાલ પકડાયો છે.

સદર કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા તથા પો.કોન્સ.ભાવિન મેરામણભાઇ બાબરીયા તથા આર.આર.સેલ પો.કોન્સ. સામતાભાઇ અણદાભાઇ પટેલ તથા પો.કોન્સ.જનકભાઇ ગોરધનભાઇ લકુમ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ.

(10:52 am IST)