Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમરેલી જીલ્લામાં ૨૧ દિ'મા ૧૬ આપઘાતના બનાવ

વ્યાજખોરોનો ત્રાસ અનેઆર્થિક સંકડામણથી સંદિપ ધીનૈયા અને ૩૦ નવેમ્બરે લગ્ન લેવાના હતા તે યુવકનો પણ આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૩ : અમરેલી શિક્ષીત ગણાતા અમરેલી જિલ્લામાં અધિક મહિનાના અંતમાં અને આસો મહિનાની શરૂઆતમાં આપઘાતના બનાવોએ માજા મુકી હોય છેલ્લા ૨૧ દિવસમાં અમરેલી જિલ્લામાં સતાવાર રીતે આપઘાતના ૧૬ બનાવો નોંધાયા છે ભુલમાં અને અકસ્માતમાં ખપાવી દેવાયા હોય તે બનાવો અલગ છે પરંતુ ખેત મજૂરથી લઇ ખેડૂત અને જેનુ અનુકરણ આખો સમાજ કરે છે તેવા આગેવાનોથી માંડી અનેક લોકો સાથે ઘરોબો ધરાવતા યુવાન વેપારી સિનીયર વિભાગમાં સિનીયર કલાર્ક જેવી જગ્યાએ ફરજ બજાવતા યુવાન અને બેકારીથી કંટાળેલા નવ યુવાનોના મોતના સીલસીલાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. લોકડાઉન વખતે સદંતર બંધ થઇ ગયેલ બનાવો હવે ચાર ગણી ઝડપે બની રહ્યા છે.

અમરેલીમાં સંદિપભાઇ નાથાભાઇ ઘીનૈયા (ઉ.૪૩) ઉપર દેવુ વધી જતા અને આર્થિક સંક્રમણથી કંટાળી અમરેલીથી બાઇક લઇ ધારી ખોડીયાર ડેમ પહોચીને ખોડીયાર મંદિરના ઘુનામાં પડી આપઘાત કરી લેતા મોત નિપજયુ હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવેલ છે. આ બનાવ અંગે  નાનાભાઇ હિરેનભાઇ ઘીનૈયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે અને અમરેલી શહેરમાં તેના ગુમ થવાની તપાસ એએસઆઇ ભરતભાઇ વાળા ચલાવી રહેલ છે. શહેરમાં થતી ચર્ચા મુજબ સંદિપભાઇએ ૨૦ લોકોનુ લીસ્ટ તૈયાર કર્યુ છે અને તેમા કરોડો રૂપિયાનુ વ્યાજ ચડયુ હોવાનુ અને તે વ્યાજ ચુકવવા વ્યાજે પૈસા લેતા હોવાનુ લખ્યુ હોવાનુ ચર્ચાય છે. પરંતુ ઘારીથી કઇ સ્યુસાઇડ નોટ મળી નથી તો તેમની આ સ્યુસાઇડ નોટની ચર્ચા કેવી રીતે જન્મી તેવો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા આ ઘટનામાં જીણવટભરી તપાસ શરૂ કરાઇ છે.

અમરેલી જીલ્લામાં પંચાયત શિક્ષણ વિભાગમાં નોકરી કરતા ધીરૂભાઇ જેરામભાઇ હડીયા ઉ.૩૨ રે અમરેલી ડીએલબી સોસાયટીવાળાએ પોતાની માનસિક સ્થિતિ બરાબર ન હોય અને નિંદર ન આવતા કંટાળી જઇ પોતાની ફરજ દરમિયાન પોતાના કવાર્ટરમાં પંખા સાથે ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું તેમના પિતા જેરામભાઇ નાગભાઇ હડીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. પોલીસને મરનાર પાસેથી તલાશી દરમિયાન સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે રાજકોટ અને અમરેલી એમ બે જગ્યાએથી સાઇકયાટ્રીકસની દવા લેતા હોવાનુ અને ડમી નામે દવા લેતા હોવાનુ જણાવ્યુ હતુ. મગજ ઉપર કાબુ ન રહેતા આ પગલુ ભરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. મૃતકના ૩૦ નવેમ્બરે લગ્ન લેવાના હતા.

આપઘાતની ૨૧ દિવસની યાદી

તારીખ

ગામ

કારણ

૪ ઓકટોબર

મોટાસમઢીયાળા

ઠપકાને કારણે ખેડૂતનો આપઘાત

૫ ઓકટોબર

અમરેલી

સ્વ.જીતુભાઇ તળાવિયાની વિદાય

૬ ઓકટોબર

માંગવાપાળ

 પરણિતાનો આપઘાત

૭ ઓકટોબર

લાઠી

બિમારીથી પરણિતાનો આપઘાત

૯ ઓકટોબર

મોટા આંકડીયા

પ્રૌઢનો આપઘાત

૧૦ ઓકટોબર

અમરેલી

રોકડીયામાં યુવતીનો ગળાફાંસો

૧૨ ઓકટોબર

લાઠી

આઘેડનો એસીડ પી આપઘાત

૧૩ ઓકટોબર

રાજુલા

બેકાર યુવાનનો ગળાફાંસો

૧૩ ઓકટોબર

વાંડલીયા

બેકાર યુવાનનો ગળાફાંસો

૧૪ ઓકટોબર

તોરી

બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

૧૪ ઓકટોબર

નાની ધારી

યુવાનનો ઝેર પી આપઘાત

૧૬ ઓકટોબર

નેસડી

બેકારીથી યુવાનનો ગળાફાંસો

૧૮ ઓકટોબર

રાજુલા

પત્નીના વિરહમાં પતિનો આપઘાત

૧૯ ઓકટોબર

વડીયા

આદિવાસી આધેડનો ગળાફાંસો

૨૧ ઓકટોબર

અમરેલી

સંદિપભાઇ ઘીનૈયાનો આપઘાત

૨૧ ઓકટોબર

અમરેલી

શિક્ષણ કચેરી સિનીયર કલાર્ક

(10:53 am IST)