Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોટા દડવા ગામની ખેતમજૂર મહિલાને તાત્કાલિક સિઝેરિયન પ્રસૃતિ કરાવી જીવ બચાવ્યો

જસદણ સરકારી હોસ્પિટલના એમ.ડી. ગાયનેક તબીબ ડો. વિશાલ શર્માની બેનમૂન કામગીરી

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ર૩ : જસદણમાં ખાનગી પલ હોસ્પિટલના સેવાભાવી એમ.ડી.ગાયનોલોજીસ્ટ ડો. શિવાલ શર્મા છેલ્લા ત્રણ માસથી જસદણની સરકારી હોસ્પિટલમાં સમયસર સેવા આપી રહ્યા છે. એમણે એક ખેતમજૂર મહિલાની જોખમી પ્રસુતિ પાર પાડવાની માનવતાવાદી કામગીરી કરતાં ગરીબ પરિવારમાં રોનક વધારી હતી.

વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના પણ હાલમાં જસદણ નજીક આવેલ મોટા દડવા ગામે રહી ખેતમજુરી કરતાં મહિલા કવિતા રમેશભાઇ અલાવને પ્રસુતિની પીંડા ઉપડતા તેમનો પરિવાર જસદણ સરકારી હોસ્પિટલમાં લઇ આવેલ પણ જ્યારે આ મહિલાને હોસ્પિટલમાં લાવવામાં આવેલ. ત્યારે પ્રસુતા દર્દથી ખૂબ કણસતી હતી આ ગરીબ પરીવાર પાસે એટલા પૈસા પણ નહોતાં કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે અને રાજકોટ લઇ જવામાં આવે તો પણ મોડું થઇ જાય આવી પરિસ્થિતિમાં ડો. વિશાલ શર્માએ એક પળનો વિલંબ કર્યા વગર જસદણ સરકારી હોસ્પિટલના કાર્યદક્ષ અધિક્ષક ડો. રાકેશ મૈત્રી અંગે ચર્ચા કરી તાત્કાલિક ઓપરેશન થિયેટર ખોલાવી પ્રસુતાનું સિઝેરીયન કરી આ ગરીબ મહિલાનું જીવન બચાવતા પરિવારના દરેક સભ્યોએ ડોકટરોનો આભાર માનેલ. હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ સરકારી હોસ્પિટલમાં કાયમી ધોરણે કોઇપણ કાયમી ગાયનોલોજીસ્ટ ન હોવા છતાં પણ અધિક્ષક ડો. રાકેશ મૈત્રીની કાબિલે દાદ કુનેહભરી કામગીરીના કારણોસર હજ્જારો પ્રસૂતાઓને એક પણ નયા પૈસાના ખર્ચ વગર પ્રસુતિ થઇ છે.

નોંધનીય છે કે જસદણ સરકારી હોસ્પિટલમાં ટાંચા સાધનો આમ છતાં દરેક વિભાગનો તમામ સ્ટાફ દર્દીઓ માટે કંઇક કરી છૂટવાની ભાવના રાખતો હોવાથી દર્દીઓને જબરી રાહત છે.

(11:37 am IST)