Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દેશમાં પ્રથમ વખત નવા કલાકારોને મંચ આપવા, કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટીનું ઉદ્ધાટન

મહિલા સહકારી અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દ્વારા એક નવું સોપાન

અમરેલી,તા. ૨૩: સમગ્ર દેશમાં પ્રથમ વખત કલાકારો માટે સહકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા ઉગતા કલાકારોને મંચ આપવું તાલીમ આપવી કલાકારોની સર્ટિફાઇડ કરવા તેઓ માટે આલ્બમ બનાવવા ચલચિત્રો બનાવવા જેવા માધ્યમથી કરવામાં આવશે જેનાથી સંસ્કૃતિ દેશ-વિદેશમાં ઉજાગર કરવા કામગીરી હાથ ધરવામાં આવશે આ સરકારી સંસ્થાનું એટલે કે કલાધાર મલ્ટી ક્રેડિટ સોસાયટી નું ઉદ્ઘાટન સહકાર શિરોમણી નાફસ્કોપના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાન સંગીત નાટ્ય અકાદમીના પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા યોગેશભાઈ ગઢવીના હસ્તે ઉદ્ઘાટન થયેલ.

ઉલ્લેખનીય છે કે સહકારી સંસ્થાના માધ્યમથી આ પ્રકારની સંસ્થા દેશમાં પ્રથમ વખત બની રહી છે. જે અમરેલી થી શરૂ થઈ સમગ્ર દેશ વિદેશમાં સહકારી પ્રવૃત્ત્િ।ને વેગ મળશે.જેમાં કલાકારોને તેમના સાધનો ખરીદવા વાહનો ખરીદવા લોન આપવામાં આવશે સાથે સાથે સભાસદોના બાળકો ને તાલીમ આપી યોગ્ય રીતે મંચ પૂરુ પાડી રજૂ કરવામાં આવશે .આગામી દિવસોમાં સંગીત, નૃત્ય, નાટક ,લોકસાહિત્ય ,ચિત્ર ,કાવ્ય, ગદ્ય લેખક જેવા તમામ કલાકાર સાથે રાખીને તેમના ક્ષેત્રમાં નિપુણતા થી આગળ વધી શકે એવી પ્રવૃત્ત્િ। સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવશે. સહકારી સંસ્થાઓ કે સરકારી સંસ્થાઓ ની ડોકયુમેન્ટરી શોર્ટ ફિલ્મ પણ બનાવી આપવામાં આવશે ઉદ્યોગો ની જાહેરાતો શૂટ કરીને આપવામાં આવશે સંસ્થા દ્વારા સભાસદોના મનોરંજન માંથી નાટક તેમજ સમયાંતરે મ્યુઝિકલ નાઇટ લોકડાયરો જેવા કાર્યક્રમો પણ કરવામાં આવનાર છે.

(12:56 pm IST)