Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જેતપુરના રવિરાજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ ભભૂકીઃ ૭ થી ૮ બાઇક-સાયકલ વાયરીંગ બળીને ખાખ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩: ફુલવાડી રોડ પર આવેલ રવિરાજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વ્હેલી સવારે કોઇ કારણોસર આગ ફાટી નીકળયેલ આ અંગેની જાણ ફાયર ફાઇટર વિભાગને કરતા ફાયર ફાઇટરની મદદથી આગ કાબુમાં લીધેલ આગ વિકરાળ હોય પાર્કિંગ કરેલ ૭ થી ૮ બાઇક સાયકલ વાઇરીંગ બળીને ખાખ થઇ ગયેલ સદનસીબે  કોઇ હાજર ન હોય નહિ જાનહાની થવા પામેલ  ન હતી.

(1:00 pm IST)