Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગરમાંથી ૮.૪૬ લાખનો ૧૬૯ર બોટલ જગદીશ સેલડીયા અને મોસીન ખફીની ધરપકડ

તસ્વીરમાં દારૂ સાથે ઝડપાયેલ બંન્ને શખ્સ તથા પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩: જામનગરમાંથી રૂ. ૮.૪૬ લાખના ૧૬૯ર બોટલ દારૂ સાથે પોલીસે ર શખ્સોને ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાતમીના આધારે લાલવાડી શેરી નં. ર માં જગીશભાઇ સ/ઓ રમણીકભાઇ કેશવજીભાઇ સેલડીયા જાતે પટેલ ઉ.વ. ૪૮ ધંધો ગેરેજ રહે. લાલવાડી, અન્નપૂર્ણા મંદિર પાસે, શેરી નં. ર, 'બ્રાહ્મણી કૃપા', જામનગર (ર) મોસીન સ/ઓ અબ્બાસભાઇ સીદીકભાઇ ખફી જાતે સુમરા ઉ.વ. ૩૦ ધંધો વેપાર રહે. ખોજાગેટ, ટીટોડીવાડી, સીલ્વર સોસાયટી, છેલ્લી શેરી નં.  ૧૩, મુબારકભાઇના ઘરની બાજુમાં જામનગરવાળા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ અલગ કંપની બોટલ નંગ ૧૬૯ર કિં. રૂ. ૮,૪૬,૦૦૦/- તથા મોબાઇલ નંગ ર કી. રૂ. ર,૦૦૦/- તથા દારૂની હેરાફેરી તથા સંગ્રહ કરવા ઉપયોગ કરેલ બોલેરો મેક્ષી કિ. રૂ. ૪,૦૦,૦૦૦/- તથા ટાટા એસ ર,પ૦,૦૦૦/- તથા તાલપત્રી નંગ-ર કિ. રૂ. ર૦૦/- મળી કુલ રૂ. ૧૪,૯૮,ર૦૦/-ના મુદ્દામાલ પકડી પાડી તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ મહમદઇકબાલ ઉર્ફે ટકો લતીફભાઇ ખફી તથા અકબર સિદિક જુણેજા તેને પકડવાની તજવીજ ચાલુ છે.

જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રનની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય તથા સીટી એ ડીવી. પો. સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ. જે. જલુ ના માર્ગદર્શન મુજબ પો. સબ. ઇન્સ. જે. આર. કરોતરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જે. આર. કરોત્તરા તથા પો.સબ. ઇન્સ. એમ. વી. મોઢવાડીયા તથા પો. હેડ કોન્સ. સંદિપભાઇ ચુડાસમા, તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા મુકેશસિંહ રાણા તથા મકવાણા તથા આફતાબભાઇ સફીયા તથા પ્રવિણભાઇ પરમાર તથા મહાવીરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ જાડેજા તથા મેહુલભાઇ વિસાણી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(3:51 pm IST)