Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પાટીદાર અનામત આંદોલન પ્રકરણઃ લલીત વસોયા સહીત ૩ર સામે નોંધાયેલ રાયોટીંગના ગુન્હામાં દિનેશ બાંભણીયા સહીત ૩ જેલ હવાલે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ર૩: પાટીદાર અનામત આંદોલન કેસમાં જેતપુરના રાયોટીંગના ગુન્હામાં પાસના કન્વીનર દિનેશ બાંભણીયાને જેલ હવાલે કરવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

આજ રોજ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેસો ખેંચાવાની થયેલી જાહેરાત છતાં જેતપુર કેસ માં ૩૨ આરોપો પૈકી (૧) દિનેશભાઇ બાંભણીયા (૨)અમિત પટેલ અને (૩) હાર્દિક સવસાની ને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જેતપુર પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરમાં ૩૨ પાસના કાર્યકરો સામે કેસનો મામલો ૨૦૧૭ પાસના મેમ્બરો અને ધારાસભ્ય લલિત વસોયા પર રાયોટિગનો ગુન્હો  નોંધાયો છે.

જે પેકી દિનેશ બાભણીયા ,જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ,માણાવદર માજી તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક સવસાણીને કોર્ટ દ્વારા જયુડિશિયલ કસ્ટડીમાં લેવાના આદેશ કરવામાં આવ્યો છે. વકીલ દ્વારા જામીન માટે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી.

(3:52 pm IST)