Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કોરોના વોરિયર્સ તરીકેની કામગીરીમાં ૧૦૮ એમ્બ્યુલન્સની અદભુત કામગીરી

કોરોના પોઝિટિવ 70 વર્ષના મહિલા દર્દીને હાર્ટએટેક આવતા તાત્કાલિક જામનગર ખસેડ્યા

જામ ખભાળિયાઃ કોરોના વોરિયર્સ તરીકે ૧૦૮ ની ટિમ દિવસ અને રાત જોયા વગર કામ કરી રહી છે ત્યારે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીને  હાર્ટએટેક આવતા જનરલ હોસ્પિટલમાંથી ૭૦ વર્ષના મહિલાને તાત્કાલિક ખંભાળિયા ૧૦૮ની ટિમ ઈ એમ ટી સવદાસ નંદાણીયા અને પાયલોટ ઈમ્તિયાઝ ભંડેરી ૧૦૮ એમ્બુલંન્સ મારફતે જી જી હોસ્પિટલ જામનગર ખાતે તાત્કાલિક ખસેડવામાં આવીયા. રસ્તા માં જરૂરી સારવાર આપીને ૧૦૮ ની ટિમ છેલ્લા ૮ મહિના થી કોરોના વોરિયસ તરીકે કામ કરી રહયા છે. ઘર પરિવાર જનોથી દૂર રહી ને દિવસ રાત કામ કરે છે.કોરોના સામેની લડતમાં અત્યારે  ખભે થી ખંભો મિલાવીને 108 ના કર્મચારીઓ  દેશના હિત માં પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે.

(6:50 pm IST)