Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

સળગતી હાલતમાં મોરબી હોસ્પિટલમાં પ્રવેશેલ નાની વાવડીના યુવાનનું મોત

મોરબી,તા.૨૩ : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગત તા.૧૯ ના રાત્રીના લગભગ નાની વાવડી ગામનો મનોજ જગદીશભાઈ નાગલા નામના૩૫ વર્ષના યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા. બાદમાં બહાર તેઓએ ઝલદ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી અને તેઓ સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યા હતા.જેથી હોસ્પીટલના સ્ટાફ અને સામાજિક કાર્યકરોએ એ આ યુવકના શરીરે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડોકટરો એની તરત સારવાર શરૂ હતી. યુવાનની હાલત અતિ ગંભીર હોય જેથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતો જયાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટરસાયકલ સવાર આધેડનું મોત

મૂળ યુપીના વતની અને હાલ મોરબીના કાંતિનગરમાં રહેતા ચંદ્રભાનસિંહ રામાંયનસિંહ સેથવાર (ઉ.વ.૪૨) માળિયા ફાટકથી જી કે હોટલ વચ્ચે પોતાનું મોટરસાયકલલઈને જતા હોય ત્યારે એકદમ અટેક આવી જતા મોટરસાયકલ પરથી પડી જતા મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

રોહીદાસ પરામાં આપધાત

રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ મકવાણા (ઉ.૫૦)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે તો આધેડના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ચોરી

કન્યા છાત્રાલય રોડ પર આવેલ અવધ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ સાવરિયા (ઉ.૩૪) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર સાઈકલ સ્પેન્ડર પ્લસ મોડલ ૨૦૨૦ કીમત રૂ.૬૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)