Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભુજમાં બેકાબૂ ફોર્ચ્યુનર જીપે બે બાઈકને હડફેટે લેતાં બાઈક સવાર ૩ યુવાનોના મોત

(ભુજ) ભુજના એરફોર્સ સ્ટેશન નજીક ગઇકાલે ફોર્ચ્યુનર કારે બે બાઇકને ટક્કર મારતા મુળ દિનારા ગામના અને હાલે ભુજના આશાપુરા નગરમાં રહેતા બે બાઇકમાં સવાર કુલ ૪ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતના આ બનાવમાં ગઇકાલે એક વ્યક્તિનું મોત થયુ હતુ જ્યારે અન્ય 3 વ્યક્તિને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન આજે સવારે સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત એવા બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે વધુ સારવાર માટે એક વ્યક્તિને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે.  ગઇકાલે મોડી સાંજે ફોર્ચ્યુનર કારે બે બાઇકોને ટક્કર મારી હતી. જેમાં ગઇકાલે અદ્રેમાન સમાનુ જ્યારે રાત્રે બે વાગ્યે ભુજની જનરલ હોસ્પિટલમાં હનિફ નુરમામદ સમા અને આજે સવારે મુસ્તાક સમાનું મોત થયુ છે. બી-ડીવીઝન પોલિસે અકસ્માતના આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)