Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મોરબી ચાઈલ્ડ લાઈન ટીમે પરિવારથી વિખુટી પડેલી 15 વર્ષની સગીરાનું સુખદ મિલન કરાવ્યું

મોરબી ચાઈલ્ડ લાઈન ટીમે પરિવારથી વિખુટી પડેલી ૧૫ વર્ષની સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
 આ  બનાવ અંગે મળતી માહિતી મુજબ તા.૨૧/૦૭/૨૦૨૧ નાં રોજ મોરબી એ ડીવીઝન ખાતે થી રાત્રે ૮ વાગીએ એક બાળકી મળી આવેલ છે અને બાળકીનુ નામ રૂકસાના ( મુસ્કાન ) જેની ઉંમર આશરે ૧૫ વર્ષની આસપાસ છે જે સગીરા પોલીસ સ્ટેશનથી ચાઈલ્ડ લાઈન ટીમ ૧૦૯૮ અને તેના કોડીનેટર રાજુભાઈ ચાવડાની ટીમને સોપવામાં આવી હતી જે બાળકીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાત્રીના રાખવામાં આવી હતી અને ફરીથી તા. ૨૨ ના રોજ સગીરાનો કબજો લીધો હતો અને બાળકીનુ મેડિકલ કરાવેલ છે બાદમાં પૂછપરછ કરતા સગીરા તા.૨૧/૦૭/૨૦૨૧ નાં રોજ બપોરે ૩ ના સુમારે ઘરેથી નીકળી ગયેલ હતી અને બાળકીનાં ભાઈ અને તેમની માતા આવેલ અને તેમના આધારકાર્ડની ખરાઈ કરેલ છે અને બાળકી નુ મેડિકલ ચેક અપ કરાવેલ
અને આજે મોરબી C. W. C. સમક્ષ વિકાસ વિધાલય ખાતે રજુ કરેલ છે બાળકી અને તેના વાલીનાં આધાર કાર્ડની ખરાઈ કરીને બાળકીને ચાઈલ્ડ લાઈન ટીમે C. W. C. ની હાજરીમાં તેના વાલીને સોપી દેવામાં આવેલ છે ભાઈ અને તેની માતાને બાળકીનો કબ્જો સોપ્યો હતો

જે કામગીરીમાં એ ડીવીઝન પોલીસ સ્ટાફ તેમજ ચાઈલ્ડ લાઈન પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર રાજુ ચાવડા, ટીમ મેમ્બર કિરણબા વાઘેલા, ભાવેશ ચૌહાણ, નમીરા બ્લોચ, જેનીમભાઈ તેમજ CWC ચેરમેન રાજેશ બદ્રકિયા અને જીલ્લા બાળ સુરક્ષા એકમ ટીમ જોડાયેલ હતી

(12:59 am IST)