Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભુજમાં કોરોના પોઝીટીવ દર્દીના ઘરમાંથી 82 હજારની માલમત્તાની ચોરીથી ચકચાર

ભુજઃ ભુજની રાવલવાડી રીલોકેશન સાઈટ નજીક રઘુવંશીનગરમાં રહેતા કોરોનાગ્રસ્ત દર્દીના ઘરમાં ચોરી થતાં પોલીસ તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે. ચોરીનો બનાવ ગત રાત્રે 3.30 વાગ્યાથી સવારે 7 કલાકના અરસામાં બન્યો હતો. કતિરા કન્સ્ટ્રક્શન પેઢી સાથે જોડાયેલાં 52 વર્ષિય ગિરધરભાઈ ઠક્કરના ધર્મપત્ની કોરોના પોઝીટીવ છે.તેમના પત્ની ઉપરના રૂમમાં આઈસોલેટ થયાં છે જ્યારે પત્ની સાથેના ક્લોઝ કોન્ટેક્ટના લીધે ગિરધરભાઈ નીચેના રૂમમાં આઈસોલેટ થયેલાં છે. ગત મધરાત્રે ગિરધરભાઈ જે રૂમમાં સૂતા હતા તે રૂમની સ્ટોપરને જોરથી ધક્કો મારી વાળી દઈ તસ્કર પ્રવેશ્યો હતો. તેણે ગિરધરભાઈ અને તેમના પત્નીના પર્સમાં રહેલી 15 હજારની રોકડ રકમ, સોનાનું બે તોલાનું બ્રેસલેટ, બે કિંમતી રીસ્ટવૉચ વગેરે મળી 82 હજારની માલમત્તાની ચોરી કરી હતી. ઘટના અંગે ઘનશ્યામભાઈના ભાઈ દિપેશ ઠક્કરે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે.

(10:18 pm IST)