Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત નજીક કોઝવે ઉપર પીલર ન હોવાથી કાર નદીમાં ખાબકી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૪ : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલા ક્રોઝવે માં કાર નદીમાં ખાબકી આ ક્રોઝવે ઉપર પિલર કે સાકર કોઈપણ વસ્તુ ની વ્યવસ્થા નથી આગાઉ રીક્ષા ધોવા માટે કયા બે યુવાનો પણ આ જ રીતે તણાયા હતા તંત્રની બેદરકારી સામે આવી રહી છે

સુરેન્દ્રનગર શહેરમાં ત્રણ જેટલા ક્રોઝવે આવેલા છે પરંતુ જયાં સુરક્ષાના નામે શૂન્ય છે આ ત્રણે ક્રોઝવે ઉપર સુરક્ષા નામની કોઇ જ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી ત્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં સતત વરસાદ વરસતો જ રહે છે.

જેના કારણે અવારનવાર ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે જેના કારણે આ સર્વેમાં કયાં કેટલો રસ્તો છે જેને જણા પણ જાણકારી મળતી ન હોવાના કારણે અનેક લોકોના પ્રાણ આ કોઝવે ઉપર ગયા હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આવી ઘટનાની ફરીવાર ગઈકાલે નિર્માણ થયું છે સુરેન્દ્રનગર ની ભોગાવો મા ધોળી ધજા નું પાણી છોડતાં ત્યારે તંત્ર દ્વારા સામાન્ય રીતે જાહેર કરવામાં આવે છે કે આ કોજવે અવરજવર કરવી નહીં આમ છતાં પણ વાહનોના ચાલકો જાહેરનામાનો ભંગ કરી અને આવા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં પણ પસાર થતા હોય છે કયારે ના વેપારી કાલની અને ક્રોઝવે પર પસાર થતા હતા તેવા સમયે પાણીનો પ્રવાહ ને લય નિયંત્રણ ગુમાવી બેસીશ હતા જેની કાર નદીમાં ખાબકી હતી જોકે લોકોએ કારમાં બેસેલા બે લોકોને બહાર કાઢી લીધા હતા પરંતુ કાર ન નીકળતા ટ્રેન અને ટ્રક ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

(11:35 am IST)