Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભાવનગર જિલ્લા વહિવટતંત્ર રીતસર ગેરકાયદે ખનિજ માફિયાઓ પર તૂટી પડતા ખનિજચોરી પર બ્રેક

ચાલુ માસમાં જ ૭ ડમ્પર, ૭ ટ્રક સહિત ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત : ૨૦.૯૨ લાખનો દંડ ફટકાર્યો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૪:  ભાવનગર જિલ્લામાં સાદી રેતી, બ્લેકટ્રેપ વગેરે જેવી ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્ત્િ। પર પ્રાંત અદ્યિકારીશ્રીઓ/ મામલતદારશ્રીઓ દ્વારા રાત્રી તેમજ દિવસ દરમ્યાન થતી ખનીજ ચોરીને અટકાવવા સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી ખનીજ ચોરી થતી અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડમ્પર, ટ્રક સહિતના વાહનો મળી ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કુલ ૨૦.૯૨ લાખની દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી સિહોર, મહુવા તથા આસીસ્ટન્ટ કલેકટર, ભાવનગર તેમજ તેમની સમગ્ર ટીમ તથા મામલતદારશ્રી સિહોર, મહુવા, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર શહેર તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ગેરકાયદે ખનિજ વહન પ્રવૃત્ત્િ। અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં રોયલ્ટી પાસ વિના ખનિજ વહન કરતાં ૭ ડમ્પરો, ૭ ટ્રક સીઝ કરાયા હતા અને ૨.૩૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૨૦.૯૨ લાખ જેટલી દંડનીય રકમની વસુલાત કરવામાં આવી હતી. મધ્યરાત્રીએ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ઓચિંતી કામગીરીથી ખનીજચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ગેરકાયદેસર ખનિજ વહનની પ્રવૃતિથી સરકારશ્રીની રોયલ્ટીની આવકને નુકશાન થઇ રહ્યુ છે. આ સંજોગોમાં સરકારશ્રીની રોયલ્ટીની રકમની નુકસાની ન થાય તેમજ ગેરકાયદે ખનિજ વહનની પ્રવૃતિને ડામવા આગામી સમયમાં ૫ણ આ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ રહેશે તેમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

(11:40 am IST)