Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બોર્ડર રેન્જ એસીબી વડાનો અઢી માસમાં ૧૧મો શિકારઃ ખેતી નિયામક એસીબી જાળમાં

ભુજના કલાસ-ર અધિકારી હર્ષદભાઇ કણજારીયા આબાદ સપડાયા : બોર્ડર રેન્જની પ્રસંશનીય કામગીરી બદલ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમની એસીબી વડા કેશવકુમાર તથા જોઇન્ટ ડાયરેકટર બીપીન આહીરે પીઠ થાબડી

રાજકોટ, તા., ર૪: બાગાયતી ખેતી સાથે સંકળાયેલા એક જાગૃત નાગરીક પાસે ખેતી વિકાસ સહાયની અરજી સંદર્ભે મંજુર થયેલ એક લાખ એંસી હજારની સહાયનો સાઇઠ હજારના બીજા હપ્તાની રકમની ચુકવણી માટે રૂ.૧ર હજારની લાંચની માંગણીના આરોપસર ભુજ તાલુકાના કૃષિ અને સહકાર વિભાગના હર્ષદભાઇ કણજારીયા રૂપીયા બાર હજારની લાંચમાં એસીબી બોર્ડર એકમ ભુજના મદદનિશ નિયામક કૃષ્ણકુમારસિંહ  ગોહીલના માર્ગદર્શનમાં ગોઠવાયેલ છટકામાં ભુજ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જે.ચૌધરી ટીમ દ્વારા ગોઠવાયેલ જાળમાં સપડાઇ ગયા હતા.

આરોપી દ્વારા માંગવામાં આવેલી લાંચની રકમ જાગૃત ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતા જ બોર્ડર રેન્જ એસીબી કચેરી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ફરીયાદીએ એસીબી ટોલ ફ્રી (૧૦૬૪) પર કરેલ ફરીયાદ આધારે આ છટકુ ગોઠવ્યું હતું. ભુજના મદદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ દ્વારા  અઢી માસમાં ૧૧ લાંચીયાઓને જાળમાં લેવાતા એસીબી વડા કેશવકુમાર તથા જોઇન્ટ ડાયરેકટર બીપીન આહીર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(12:53 pm IST)