Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ધોરાજી ના વેગડી ગામે કુખ્યાત બુટલેગર ભાવેશ ભોજાભાઈ કોડિયાતર અને કાના ભોજાભાઈ કોડિયાતર નો ૫૮૭ બોટલ દારૂ મળી આવ્યો: બન્ને આરોપી સગાભાઇઓને શોધવા પોલીસના ચક્રો ગતિમાન

ધોરાજી :- ધોરાજી તાલુકાના વેગડી ગામે કુખ્યાત બુટલેગર એ ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડયો હોવાની પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાને બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે વેગડી ગામે દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની 587 બોટલ કિંમત રૂ.2,47,000નો મળી આવેલ હતો.

      આ મામલે પોલિસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ઉપરોક્ત દારૂનો જથ્થો વેગડીના કુખ્યાત બુટલેગર ભાવેશ ભોજાભાઈ કોડિયાતર અને કાના ભોજાભાઈ કોડિયાતર નો હોવાનું ખુલવા પામ્યું હતું.

        ધોરાજી પોલીસે બન્ને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વેગડીના આ બુટલેગર પાસેથી અગાઉ અનેક વખત મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળેલો છે. અને તેના પર પ્રોહીબિશનના અનેક ગુનાઓ નોંધાયા છે.

ઉપરોક્ત બનાવવા અંગે  પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

(3:47 pm IST)