Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પોલીસે લોકોને દંડના બદલે માસ્કનું મહત્ત્વ સમજાવી માસ્ક પહેરાવ્યા

નિયમો તોડવા સામે સુરેન્દ્રનગર પોલીસની ગાંધીગીરી : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો ઉપર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું

સુરેન્દ્રનગર,તા.૨૩ : દિવાળી પછી રાજ્યમાં નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે બાદમાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. દરમિયાન સુરેન્દ્રનગર પોલીસની ગાંધીગીરી સામે આવી છે. અહીં પોલીસે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતા લોકોને દંડ ફટકારતા તેઓને માસ્ક પહેરાવ્યાં હતા અને શા માટે માસ્ક પહેરવું જોઈએ તે વિશે પણ સમજાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા. કદાચ પોલીસને હવે સમજાયું છે કે લોકોને દંડનો ડર નથી પરંતુ જો તેમને સમજાવવામાં આવ તો તેઓ માસ્ક પહેરી રાખે છે. માટે પોલીસે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે લખતર બસ સ્ટેન્ડ પર માસ્કનો દંડ દેવાના બદલે પોલીસે લોકોને પોતાની અને બીજા લોકોની સુરક્ષા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી અને તેઓને માસ્ક પણ પહેરાવ્યા હતા. લખતરમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લખતર તાલુકામાં અને ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે લોકો સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરતા હોવાનું ધ્યાને આવે છે. ત્યારે લખતર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.એસ.ચુડાસમા અને સ્ટાફે લખતર બસ સ્ટેન્ડ પર માસ્ક વગર ફરતા લોકોને માસ્કનો દંડ કરવાના બદલે લોકોને સમજાવી માસ્ક પહેરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર વચ્ચે જો કોઈ વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળે તો પોલીસ તેમને પકડીને ,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે. બીજી તરફ લૉકડાઉન દરમિયાન પોલીસે કામ વગર બહાર નીકળતા લોકોને ફટકાર્યાં હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. લૉકડાઉન દરમિયાન પોલીસ લોકોને ફટકારે ત્યારે મોર બોલે એવો શબ્દ ખૂબ પ્રસિદ્ધ થયો હતો.

(7:36 pm IST)
  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST

  • નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે :' લવ જેહાદ ' મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર : વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે : બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત : મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે : ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે : છેલ્લા થોડા દિવસોમાં ફરજીયાત ધર્માન્તર ,લવ જેહાદ ,સહિતના 100 જેટલા કિસ્સા બનતા યોગી સરકાર આકરા પાણીએ access_time 7:59 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST